આપણું ગુજરાત

નળ સરોવરના ટાપુઓનું નિરીક્ષણ નૌકાવિહાર કરીને થઇ શકશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:જિલ્લાના સાણંદ નજીક અંદાજે ૭૦ કિલો મીટરના અંતરે નળ સરોવરમાં હવે નૌકા વિહારથી મોટા ભાગના ટાપુઓનું નિરિક્ષણ કરી
શકાય છે.

નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે ૧૨૦.૮૨ ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે પાંચ થી છ ફૂટ ઊંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં ૩૬ નાના ટાપુઓ આવેલાં છે.

નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. ૩૦૦ થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને ત્યાંથી સાઇબેરીયા આવે છે. ગુજરાતનું એક એવું સ્થળ જ્યાં ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનમાંથી ૩૦૦થી વધુ પ્રજાતિના લાખો દુર્લભ પક્ષીઓ દર વર્ષે શિયાળામાં બને છે મહેમાન. પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે. નળ સરોવરમાં તમને ગુલાબી પેલિકન, મોટા ફ્લેમિંગો, ક્રેક્સ, બ્રાહ્મણ બતક, જાંબુડિયા મૌરહેન, હર્ન્સ, સફેદ સ્ટોર્ક, વિવિધ જાતના કડવા, ગ્રીબ જોવા મળશે. આ અલગ અલગ અંદાજે ૩૦૦થી વધુ પ્રજાતિના લાખો પક્ષીઓ અહીં શિયાળામાં જોવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નળ સરોવરમાં શિયાળા દરમિયાન ઈરાન અને અફઘાનિસ્તાનને વિંધીને પક્ષીઓ અહીં સુધી આવે છે. અહીં નૌકાવિહાર કરીને તમે નાના-મોટા ટાપુઓનું નિરીક્ષણ કરી શકો છો. ચોમાસાની સિઝનમાં પણ તમે આ રમણીય સ્થળની મજા માણી શકો છો.

બોટ રાઇડમાં પ્રારંભ બિંદુથી ધ્રાબલા આઇલેન્ડ સુધીની સફર અને ત્યાંથી પરત લાવવામાં આવે છે. અહીંના વોચ ટાવર પરથી તમે આખાય નળસરોવરનો એરિયલ વ્યૂ માણી શકો છો. અહીં નાના-નાની ઝૂંપડીઓમાં તમે બાજરીનો રોટલો, દેશી સબજી સાથે કાઢિયાવાડી થાળીની મજા પણ માણી શકો છો. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ સ્થળ બેસ્ટ છે.

આ ઉપરાંત બાળકો માટે અહીં લખોટી, ભમરડાં, હિંચકા અને જુનૂ વિસરાતી રમતોની પણ વ્યવસ્થા છે. અહીં ફોટો સેશન માટે પણ સારા ઓપ્શન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…