ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
કર્યું તે કામ ને વૈદે કીધું
ખોદે ઉંદર ને રાંધ્યું ઘરમાં વરે
છાશ લેવા જવું ન વીંધ્યું તે મોતી
ભાવતું હતું ને દોણી સંતાડવી
બોલ્યું બહાર પડે ને ભોગવે ભોરિંગ
ઓળખાણ પડી?
ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા બાવાઓ મોટી સંખ્યામાં આવે છે. આ મેળો કયા શહેરમાં થાય છે?
અ) રાજકોટ બ) ભાવનગ ક) સુરેન્દ્રનગર ડ) જૂનાગઢ
ગુજરાત મોરી મોરી રે
બ્રહ્માજીના માનસ પુત્રમાંના એક એવા સપ્તર્ષિમાંના એક ઋષિનું નામ કહી શકશો? ચંદ્રમા, દત્તાત્રેય અને દુર્વાસા તેમના ત્રણ પુત્રો હતા. રામ વનવાસ દરમિયાન તેમના આશ્રમમાં આવ્યા હતા.
અ) અગસ્ત્ય બ) પરશુરામ ક) અત્રિ ડ) અજ
માતૃભાષાની મહેક
ઔષધનો અત્યંત પ્રચલિત અર્થ છે ઓસડ, દવા કે રોગ દૂર કરનાર વસ્તુ. આ ઉપરાંત ઔષધ વિષ્ણુનાં હજાર નામ માંહેનું એક તરીકે પણ ઓળખાય છે. યજ્ઞકાર્યમાં ઔષધિરૂપ છે, શારીરિક અને માનસિક વ્યાધિઓમાં તેમનું શરણ એ જ ઔષધ છે. વળી તેમનું નામ સ્મરણ એ ઔષધિની પણ ઔષધિરૂપ છે, સંસારરૂપ રોગનું ઔષધ છે, અથવા જીવોને પુનરાવૃત્તિ મટાડનારું છે તેથી તે ઔષધ કહેવાય છે.
ઈર્શાદ
જ્ઞાન થયાથી ઉપજે ઉર અંદર અભિમાન,
કામ કશું આવે નહીં, આવે જ્યારે અવસાન.
– લોક રચના
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અનેક દેશમાં અનેક રાજકારણીઓ અનેક વાર ભોળી જનતાને કોણીએ ગોળ લગાવી જાય છે. કોણીએ ગોળ લગાવવો એટલે શું અર્થ થાય એ જણાવો.
અ) મીઠી મીઠી વાતો બ) છેતરામણી લાલચ ક) ચડતીનો સમય ડ) ઠપકો આપવો
માઈન્ડ ગેમ
ગંગાસતીની રચનાની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
મેરુ તો ડગે પણ જેનાં ——– નવ ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ રે.
અ) દિલ બ) જોમ
ક) મન ડ) બળ
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
ઉધાર આપ ને નમતું જોખ
કીડી સંચરે ન તેતર ખાય
ગામને મોઢે ગળણુંન દેવાય
ઊઠ પહાણા ને પગ પર પડ
ગુજરાત મોરી મોરી, રે
કુબ્જા
ઓળખાણ પડી?
ગોવા
માઈન્ડ ગેમ
ગોકુળમાં
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પથ્થર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) હર્ષા મહેતા (૭) ભારતી બુચ
(૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪)
પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના
આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) નયના ગિરીશ મિસ્ત્રી (૩૧) દેેવેન્દ્ર સંપટ (૩૨) વીના સંપટ
(૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના
ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતીન બજરિયા (૪૭) જયવંત પદમશી ચિખલ