ધ રેલવે મેન: એરીક લોમેકસ
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
ઇતિહાસમાં એટલી વાર્તા ભરેલી છે, કે જો કોઈ તેને સરસ અને સાચી રીતે સમજે તો પર્પઝફુલ લાઇફ જીવવાની ચાવી મળી જાય. પાછલા અંકના લેખમાં એક બહાદુર સોવિયેત લેફટનન્ટની વાતો જાણી હતી. આ તેનાથી તદ્ન અલગ જ ઘટના છે ૧૯૪૨ની. એરીક લોમેકસ (૩૦ મે ૧૯૧૯થી ૮ અએકટોબર ૨૦૧૨)નો જન્મ યુ.કે.ના એડીનબર્ગ શહેરમાં થયો હતો. ૨૦ વષેની ઉંમરે તેઓ રોયલ સિગ્નલ કોર્પસમાં નોકરીમાં જોડાયા હતા અને ૧૯૪૧માં તેમને સાઉથ ઇસ્ટ એશિયામાં સીંગાપોરમાં પોસ્ટીંગ મળી હતી, પરંતુ ૧૯૪૨માં જાપાન સામે સિંગાપોરે યુદ્ધમાં હાર કબૂલ કરીને શરણાગતી સ્વીકારી લીધી અને જાપાને સિંગાપોરના મીલીટરી અને પેરામિલિટરીના જવાનોને પ્રીઝનર ઓફ વોરમાં ધકેલી દીધા.
એરીકની સાથે બ્રિટિશ, ઓસ્ટ્રેલિયન, ઇન્ડિયન અને મલેશિયન પ્રિઝનર ઓફ વોર મતલબ યુદ્ધકેદી ગણીને ચાંગીના કોન્સેનટ્રેશન કેમ્પમાં લઈ જવામાં આવેલા, જેમાં આ યુદ્ધકેદીઓ ઉપર ભયંકર જુલ્મ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ તેઓને બર્મામાં રંગુનથી બેંગકોક રેલ્વે લાઇન સ્થાપવામાં મજુર તરીકે લઈ જવામાં આવ્યા હતા. આ રેલ્વે લાઇન બિછાવવામાં ૯૦,૦૦૦ મજુરો મરી ગયા હતા અને ૧૨૦૦૦ યુદ્ધ કેદીઓના મોત થયા હતા. કહેવાય છે કે રેલ્વે ટ્રેકના પ્રત્યેક સ્લિપરની સામે એક મોત થયું હતુ, તેથી તેને ડેથ રેલ્વે કહેવાય છે.
યુદ્ધ કેદીઓ ઉપર રેલ્વે લાઇન બિછાવવામાં કેટલા જુલ્મો કરવામાં આવેલા હતા તે ૧૯૫૭ની હોલીવુડની મલ્ટી એવાર્ડે વીન૨ ફીલ્મ બ્રીજ ઓન ધ રીવર કવાઇમાં ડેથ રેલ્વેને બહુ સરસ રીતે બતાવવામાં આવેલ છે. ફેરફાર એટલો છે કે તેનુ શુટીંગ બર્મા કે બેંગકોકમાં નહી પણ શ્રીલંકામાં થયુ હતુ. આ રંગુનથી બેંગકોકા રેલ્વે લાઇન બિછાવતા યુદ્ધ કેદીઓએ પોતાનો રેડીયો બનાવેલો, કે જેથી યુદ્ધના સમાચારો મળ્યા કરે. પરંતુ ૧૯૪૩માં જાપાનને તેની ખબર પડી જતા ૧૦ યુદ્ધ કેદીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક એરીક એરીક લોમેક્સ હતા.
જાપાનીઝ સૈનિકોએ તેના પર ખુબ જ આકરા આત્યાચારો કર્યો જેમાં બે જણા મરી ગયા હતા, પણ એરીક બચી જતા તેને વધારે આકરા અત્યાચારો કરવા માટે કેમ્પેઇટાઇને સોંપવામાં આવ્યો હતો. કેમ્પેઇટાઈ જાપાનની સ્પેશ્યલ મિલિટરી પોલીસ ફોર્સ હતી, જે જાપાનીઝ ટેરીટરીમાં પકડાયેલા યુદ્ધ કેદીઓ ઉપર સખ્ત જુલ્મો કરીને મિલિટરી અને સિવિલિયન ડીટેઇલ્સ મેળવતા હતા.
૧૯૪૨માં આ કેમ્પેઇટાઇના ૩૬૦ જણા સિંગાપોરમાં હતા, જેમાંના એક હતા જાપાનીઝ ટકાશી નગાશે. તેનુ કામ હતુ એરીકના દુભાષીયા રહીને જાપાનીઝ મિલિટરી પર્સોનલને ઇંગ્લીશનુ જાપનીઝમાં ટ્રાન્સલેશન કરવાનું અને જાપાનીઝનુ ઇંગ્લીશમાં. સાડાત્રણ વર્ષ સુધી એરીકે ટકાશી નગાર્શની યાતનાઓ સહન કરેલી, કારણકે તે માત્ર ઇન્ટરપ્રીટર ન્હોતા પણ જુલ્મ કરવામાં અગ્રસ્થાને હતા. ૧૯૪૬માં એલાઇડ ફોર્સ સામે જાપાન પરાજિત થતા યુદ્ધ કેદીઓ આઝાદ થયા અને તેમાના એક હતા એરીક લોમેકસ.
એરીક લોમેકસ સ્કોટલેન્ડ પાછા તો ફર્યા પણ યુદ્ધ કેદી તરીકે ભોગવેલી શારિરીક યાતનાઓ ભૂલી શકતા હતા, પણ માનસિક યાતનાઓના ટ્રોમાની અસર હજુ હતી અને દીલમાં એક મહેચ્છા હતી કે મરતા પહેલા એકવાર નગાશે સામે બદલો લેવો. એરીકના યુદ્ધ કેદી થયા બાદ લગભગ ૫૦ વર્ષ પછી ૧૯૯૩માં એક દિવસે સવારે છાપા વાંચતા વાંચ્યુ કે એક ઇન્ટરવ્યુમાં ટકાશી નગાશેએ જ્ણાવેલું કે તેના કેમ્પેઇટાઇના સમય દરમિયાન તેણે એક યુદ્ધ કેદી ઉપર બહુ આત્યાચારો ગુજાર્યા હતા. આ સમાચાર વાંચતા જ એરીક સમજી ગયા કે તે તેની વાત કરે છે, તેથી તેણે ટકાશા નગાશે સાથે આ બદલો લેવાનો મોકો છે તેમ સમજીને બેંગકોકમાં ૧૯૯૫માં મીટીંગ એ જ સ્થળે ગોઠવી જ્યાં તેણે ડેથ રેલ્વે લાઇન બિછાવેલી હતી. ૧૯૯૫માં એરિક અને ટકાશી મળે છે અને એરીક જાપાનીઝમાં તેને પુછે છે કે તે કેમ છે અને જ્યાં તેની સાથે હાથ મીલાવે છે ત્યાં અનુભવે છે કે ટકાશી નગાશેનો હાથ ધ્રુજે છે અને તે રડતા કહે છે એરીક હું મારા કૃત્યો બદલ બહુ દુખી હું છુ મને માફ કરી દે. ૫૦ વર્ષથી મનમાં અને દીલમાં દબાયેલી બદલાની ભાવના એક સેક્ધડમાં કરૂણામાં બદલાઈ જાય છે. તે સમયની માગ અને મિલિટરી એકશનની ટકાશીની મયોદાઓ એરીક સમજી જાય છે અને માફ કરીને બંન્ને બાકીની જીંદગી મિત્રો બની જાય છે. પચાસના દશક પછી જન્મેલા આપણે બધા કેટલા નશીબદાર છીએ તેની ખબર તો ત્યારેજ પડે જ્યારે આપણે ફસ્ટ અને સેક્ધડ વર્લ્ડવોરની વાર્તાઓ વાંચીએ, તેના પરના લેખો વાંચીએ, ટીવી પર તેના ડીસ્કશન સાંભળીએ, તેના પરની ડોકયુમેન્ટરી ફિલ્મો જોઇએ અને તેના પરની ફીચર ફીલ્મો જોઇએ. યુરોપ, અમેરિકા, રશીયા વગેરે દેશોએ જે જાનમાલની ખુવારીઓ જોઇ છે અને પ્રિઝનર ઓફ વોરમાં તેના મિલિટરી અને પેરામીલીટરી મેને જે યાતનાઓ ભોગવી છે તે અકલ્પનીય છે. આપણી અત્યારની શારિરીક, માનસિક કે નાણાંકીય મુશ્કેલીઓ તો આની સામે કંઇ નથી માત્ર મનથી દુખી છીએ. એરીક લોમેકસ અકલ્પનીય યાતનાઓ ભોગવ્યા પછી પણ જે રીતે ટકાશીને માફી બક્ષી તે તેની મહનતા દશર્શાવે છે. ક્ષમા વિરષ્યભૂષણમનું ઉત્તમ ઉદાહરણ. ઓફીસમાં, વ્યવહારમાં કે મિત્રતામાં એક નાની ભૂલને માફ કરવામાં આપણામાંના કેટલાક મુશ્કેલીઓ અનુભવતા હોય છે. મારા જેવા માટે વાંચવામાં અને સાંભળવામાં માફી શબ્દ સરસ લાગે પણ તેને અમલમાં ભાગ્યે જ મુકી શકુ. એરીક લોમેકસની આત્મકથા ઉપરથી હોલીવુડમાં ૨૦૧૩માં ધ રેલ્વેમેન મુવી બનેલ છે, જેમાં એરીકના યુદ્ધ કેદીના દિવસો, ટકાશી નગાશે સાથેની ઘટનાઓ અને પર્સનલ લાઇફ બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે. ટુ ફર્ગીવ, ઇઝ ટુ સેટ અ પ્રિઝનર ફ્રી એન્ડ ડીસકવર ધેટ ધ પ્રિઝનર વોઝ યુ!