સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧૦-૧૨-૨૦૨૩ થી તા. ૧૬-૧૨-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં વૃશ્ર્ચિકમાંથી તા. ૧૬મીએ ધનુ રાશિમાં સંક્રમણ કરે છે. મંગળ માર્ગી, સમગતિએ વૃશ્ર્ચિક રાશિમાં સમગ્ર સપ્તાહમાં ભ્રમણ કરે છે. વક્રી બુધ મિશ્ર ગતિએ ધનુ રાશિમાં સમગ્ર સપ્તાહમાં ભ્રમણ કરે છે. વક્રી ગુરુ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર સમગતિએ તુલા રાશિમાં સમગ્ર સપ્તાહમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર તા. ૧૧મીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. તા. ૧૩મીએ ધનુ રાશિમાં, તા. ૧૫મીએ મકર રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તેજીનો વેપાર લાભદાયી બનશે. નોકરીમાં યશસ્વીપણું અનુભવશો. તા. ૧૧, ૧૩, ૧૫ શુભ ફળદાયી છે. વિદેશ પ્રવાસનું આયોજન નકારી શકાય નહિ. નવા કારોબાર, નવા આવકના સાધનો મેળવશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ જાળવી રાખવામાં સફળતા જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરીના કામકાજમાં આત્મવિશ્ર્વાસ દઢ થશે. મિલકત, વાહનના નિર્ણયો આ સપ્તાહમાં લઈ શકશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓને સંતાનના જવાબદારીના કામકાજમાં અનુકૂળતા પ્રાપ્ત થાય. મહિલાઓની નોકરીની પ્રવૃત્તિઓમાં પ્રગતિ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓની અભ્યાસની પ્રવૃત્તિઓમાં પણ સફળતા જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં યોગ્ય માર્ગદર્શન દ્વારા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. તા. ૧૧, ૧૩, ૧૪ના કામકાજમાં નોકરીમાં યશ મેળવશો. જૂની નાણાં ઉઘરાણીની જવાબદારીમાં સફળ રહેશો. ભાગીદારથી નાણાંલાભ મેળવશો. મહિલાઓને નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ, વાંચન માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. ટ્રેડિંગથી લાભ થશે. નોકરીમાં તા. ૧૦, ૧૧, ૧૫, ૧૬ યશસ્વીપણું દર્શાવે છે તથા ઉપરી અધિકારીનો સહયોગ પણ આ સપ્તાહમાં મેળવશો. કારોબાર માટે જરૂરી સાધન, વાહનની સગવડતા પણ મેળવશો. આ સપ્તાહમાં ગૃહિણીઓ ખરીદીમાં સફળતા મેળવશે. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નાણાં રોકાણની પ્રવૃત્તિમાં સફળતા મેળવશો. દૈનિક સાપ્તાહિક વેપાર પણ લાભદાયી પુરવાર થશે. નોકરીનાં કામકાજમાં સફળતા મેળવી યશસ્વીપણું અનુભવશો. કાર્યક્ષેત્રે ઉત્સાહમાં ઉમેરો થાય. આરોગ્ય જળવાશે. ગૃહિણીઓને સંબંધીઓનો પ્રસંગોમાં સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસના કામકાજ સફળ બની રહેશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂના રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં સ્થિરતાનો અનુભવ થાય તથા જૂનાં અધૂરાં કામો પૂર્ણ કરવા માટે સફળ રહેશો. નાણાં આવકમાં વૃદ્ધિ થશે. કારોબારમાં પ્રગતિ થશે. પ્રવાસમાં નવી ઓળખાણો, મિત્રતા વધે તેમ છે. મહિલાઓના પડોશ સંબંધો સાથેના વિવાદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસના નિર્ણયો લેવા માટે અનુકૂળતા જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં યશ અને ઉત્સાહ મેળવશો. નવું રોકાણ શક્ય છે. પ્રવાસ દ્વારા નોકરીના જૂનાં અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે સફળ રહેશો. ભાગીદાર દ્વારા નાણાંની મૂંઝવણનો ઉકેલ આવશે. કારોબારમાં રહેલ ઊણપો દૂર કરવા માટે સફળ રહેશો. મહિલાઓને આ સપ્તાહમાં સંતાનના શૈક્ષણિક પ્રશ્ર્નોના ઉકેલ માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાય.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા ક્ષેત્રના નાણાં રોકાણનો નિર્ણય લઈ શકશો. લે-વેંચનો વેપાર સફળ રહેશે. નોકરીમાં ધાર્યા મુજબ ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. સહકાર્યકરોમાં મતભેદો, ગેરસમજણો ઉકેલાશે. કારોબારની નાણાંની મૂંઝવણોનો ઉકેલ આવશે. અર્થવ્યવસ્થા સાનુકૂળ બની રહેશે. ગૃહિણીઓને પડોશ સંબંધોમાં સફળતાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓના નવા અભ્યાસના માટેના નિર્ણયો સફળ પુરવાર થશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ, નવું શિક્ષણ પ્રાપ્ત કરી શકશો. નોકરીના કામકાજ માટેનો પ્રવાસ સફળ રહેશે. નોકરીની વ્યસ્તતા ઉત્સાહભરી રહેશે. પ્રવાસમાં ઓળખાણો લાભદાયી પુરવાર થશે. વેપારની નાણાં આવક જળવાશે. મહિલાઓને પતિનો સહયોગ પરિવારની જવાબદારીમાં પ્રાપ્ત થાય. મહિલાઓના આ સપ્તાહના આરોગ્ય જાળવણીના પ્રયત્નો સફળ રહેશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે નિયમિતતાનો અનુભવ થાય.
મકર (ખ,જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ તથા લે-વેંચનો વેપાર સફળ થતો જણાશે. નોકરીની દૈનિક પ્રવૃત્તિઓ નિયમિતપણે જળવાશે. રાજકારણમાં સંભાળવું જરૂરી છે. નવા આવકના સાધનો મેળવશો. આવક વધશે. ગૃહિણીઓના સંતાનના આરોગ્યના પ્રશ્ર્નોમાં રાહત જણાશે તથા પ્રસંગો પણ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને પ્રવાસ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિમાં સફળતાનો અનુભવ થાય.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના સોદામાં સાવધાની રાખવી જરૂરી છે. નિયમિત થતું રોકાણ જાળવી શકશો. નોકરીના સ્થળની બદલી શક્ય છે. પરિવારથી દૂરનું સ્થળાંતર નકારી શકાય નહિ. નોકરીમાં યશ મેળવશો. બઢતી મેળવશો. પદોન્નતિ થાય. વેપાર વધશે. નાણાં આવક વધશે. ગૃહિણીઓના પરિવારના પ્રસંગો સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને નબળા વિષયમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નિયમિત થતાં રોકાણ જળવાઈ રહેશે. દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના મિત્રો ઉપયોગી થશે. કઠીન કામકાજ હળવા થાય. નાણાં આવકની વૃદ્ધિ થશે. કારોબારના કાયદાના પ્રશ્ર્નો હળવા થશે. ગૃહિણીઓને પડોશ મિત્રો સંબંધોમાં વિવાદોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાય. વિદ્યાર્થીઓને વિશિષ્ટ અભ્યાસ, જ્ઞાનપ્રાપ્તિના પ્રયત્નોમાં સફળતા જણાશે.