નેશનલ

હવે આ રાજ્યની સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને આપશે આટલા કલાકની સારવાર…

ચંદીગઢ: અત્યારની ફાસ્ટ લાઇફમાં લોકો પણ એકદમ ફાસ્ટ થઇ ગયા છે. ત્યારે પોતાના વાહનો પણ એટલા જ ઝડપથી રોડ પર દોડાવતા હોય છે જેના કારણે ઘણા અકસ્માતો થતા હોય છે. ત્યારે પંજાબ સરકારે લોકો સુધી તરત જ મદદ પહોંચાડવા માટે એક અનોખી યોજના શરૂ કરી છે. જે યોજનાનું નામ છે.

ફરિશ્તે યોજના આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને અકસ્માતના શરૂઆતના 48 કલાક સુધીમાં નજીકની સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવશે. પછી ભલે તે કોઈપણ રાજ્યનો રહેવાસી હોય તો પણ તેને તમામ સારવાર આપવામાં આવશે. આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગના વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે નાણાં પ્રધાન હરપાલ સિંહ ચીમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે પંજાબ સરકાર ફરિશ્તે યોજના શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ ઉપરાંત પંજાબ સરકાર રોડ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જનારા વ્યક્તિઓને ઈનામ તરીકે 2000 રૂપિયા આપશે. તેમજ વ્યક્તિ પોતે સાક્ષી બનવા ના માંગે તો પોલીસ કે હોસ્પિટલ વહીવટીતંત્ર વ્યક્તિની પૂછપરછ કરશે નહીં.

આરોગ્ય પ્રધાને બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને રાજ્યમાં સ્થપાઈ રહેલી પાંચેય નવી મેડિકલ કોલેજોની કામગીરી ઝડપી બનાવવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણએ જણાવ્યં હતું કે ત્રણ સરકારી હોસ્પિટલો – MCH ધુરી હોસ્પિટલ, CHC કૌહરિયન અને ચીમા હોસ્પિટલને અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ, સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળા, ક્રિટિકલ કેર બ્લોક અને મેડિકલ પ્રોજેક્ટ્સ સાથે અપગ્રેડ કરવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.બલબીર સિંહે કહ્યું હતું કે પંજાબ સરકાર સારવાર માટે આવતા લોકોને મદદ કરવા અને માર્ગદર્શન આપવા માટે સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓમાં દર્દી સુવિધા કેન્દ્ર સ્થાપવાની પણ તૈયારી કરી રહી છે. હાલના સમયમાં આવું જ એક કેન્દ્ર પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button