નેશનલ

રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદનું તાળું શા માટે ખોલ્યુંઃ શર્મિષ્ઠાનાં પુસ્તકમાં છે આ કારણ

જ્યારે પણ કોઈ રાજકારણી કે તેના પરિવારજનો પુસ્તક લખે ત્યારે કેટકેટલાય રસ્હયો પરથી પદડો ઉઠતો હોય છે અને ક્યારેક વિવાદો જાગતા હોય છે. લખનાર વ્યક્તિ પોતાના અનુભવો અને અવલોકનને આધારે લખે છે આથી તેને સંપૂર્ણ સત્ય તો માની ન શકાય, પરંતુ તે સમયની ઘટનાઓ પાછળની ઘટનાઓનો અણસાર તો જરૂર આવે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ ઈન પ્રણવ, માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ નામનું પુસ્તક લખ્યું છે ત્યારે તેમાં લખવામાં આવેલી ઘણી વાતો હવે ચર્ચાના ચકડોળે ચડશે.

પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે પ્રણવ મુખર્જીના જણાવ્યા અનુસાર બાબરી મસ્જિદનો ધ્વંસ આઝાદી પછી દેશના ઈતિહાસમાં સૌથી મોટો વળાંક સાબિત થયો છે. તેણે પોતાના પુસ્તક ‘ઈન પ્રણવ, માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’માં દાવો કર્યો છે કે જ્યારે વર્ષ 1992માં બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું. તે સમયે નરસિમ્હા રાવ દેશના વડાપ્રધાન હતા અને પ્રણવ મુખર્જીએ તેમનો બચાવ કરતા કોંગ્રેસના તમામ નેતાઓને કહ્યું હતું કે આ વડાપ્રધાનની જવાબદારી નથી પરંતુ દરેકની સામૂહિક જવાબદારી છે.

આ સાથે શર્મિષ્ઠાએ પુસ્તકમાં દાવો કર્યો છે કે શાહબાનો કેસ પર કાયદો બનાવ્યા બાદ હિંદુ મધ્યમ વર્ગમાં કોંગ્રેસની છબીને નુકસાન થયું છે. આ તસવીરને સુધારવા માટે પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ અયોધ્યામાં રામજન્મભૂમિનું તાળું ખોલ્યું હતું. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે પ્રણવ મુખર્જીએ તે સમયે રાજીવ ગાંધી અને અરુણ નેહરુની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રણવ મુખર્જી માનતા હતા કે ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા પરંતુ તેઓ ઈન્દિરા ગાંધીને તેમના માર્ગદર્શક માનતા હતા અને કહ્યું હતું કે તેમની પોતાની વિશિષ્ટ વિશેષતાઓ છે.
શર્મિષ્ઠાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધી વિશે પણ ઘણા દાવા કર્યા છે. તે પુસ્તકમાં એક જગ્યાએ કહે છે કે તેના પિતા પ્રણવ દાએ એકવાર કહ્યું હતું કે રાહુલ ગાંધી ‘ખૂબ જ નમ્ર’ જિજ્ઞાસુ હતા, પરંતુ તેઓ માનતા હતા કે રાહુલ ગાંધી હજુ ‘રાજકીય રીતે પરિપક્વ’ નથી.

પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ દાને મળતા હતા. જોકે આ બેઠકોની સંખ્યા વધારે નથી. પ્રણવ મુખર્જીએ તેમને કેબિનેટમાં સામેલ થવાની અને સરકારમાં સીધો અનુભવ મેળવવાની સલાહ આપી. પરંતુ રાહુલે આ સલાહ પર ધ્યાન ન આપ્યું.

પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ છે કે 25 માર્ચ, 2013ના રોજ મુલાકાત દરમિયાન પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને ઘણી બાબતોમાં રસ છે, પરંતુ તેઓ એક વિષયથી બીજા વિષય પર ખૂબ જ ઝડપથી આગળ વધે છે.
શમિષ્ઠાના પુસ્તકના એક એક ચેપ્ટર થોડા દિવસો માટે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button