રોકેટની જેમ ઉડાન, મિસાઈલની જેમ હુમલો, અમેરિકાએ બનાવ્યું ખતરનાક ડ્રોન…

અમેરિકન કંપની એન્ડુરિલ એ સાવ અલગ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે. આ એવું ડ્રોન છે કે જેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. જેટ એન્જિનની મદદથી ઉડતું આ પહેલું ડ્રોન છે. જે કોઈપણ હવાઈ લક્ષ્યને અટકાવી શકે છે. આ નવા ડ્રોનનું નામ રોડરનર છે. આ ફક્ત સીધું ટેકઓફ કે સીધું લેન્ડ નથી કરતું પરંતુ તે વર્ટીકલ પણ લેન્ડ કરી શકે છે અને ટેકઓફ પણ કરી શકે છે.
જે કંપનીએ આ બનાવ્યું છે તેની પાસેથી હાલમાં ફક્ત અમેરિકા ખરીદશે. અમેરિકાએ તેનું રોડરનર-એમ વેરિઅન્ટ ખરીદ્યું છે. રોડરનર અન્ય ડ્રોન કરતા સસ્તું છે. તે ઓછી ઊંચાઈએ ઉડતી કોઇ પણ વસ્તુનો પીછો કરે છે અને તેને ટારગેટ બનાવીને તેને નીચે પાડી દે છે. અને જો સામેની વસ્તુ આત્મઘાતી હુમલો ન કરે તો તે પાછું પાછું પાછું ફરે છે.
એન્ડુરિલના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર ક્રિશ્ચિયન બ્રોસે કહ્યું હતું કે આ નવા યુગનું હથિયાર છે. અત્યાર સુધી આવું કોઈ હથિયાર બન્યું નથી કે જે પોતાનું કામ પૂરું કરીને પાછું આવે અને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે. આ શસ્ત્રોની નવી શ્રેણી છે. આ એક પ્રકારની મિસાઈલ છે, જે નિશાન પર હુમલો કરતા પહેલા તેની તસવીર પણ મોકલે છે. આ ઉપરાંત આ ડ્રોન ખૂબ જ ઊંચાઈ સુધી ઉડી શકે છે. તેમજ આ ડ્રોનનો ઉપયોગ આગ ઓલવવા માટે પણ થઈ શકે છે. તેમજ તેના દ્વારા ઘૂસણખોરી કે ડ્રગ્સની દાણચોરીને રોકી શકાય છે.
આ ઉપરાતં તેને ચલાવવા માટે ઘણા લોકોની જરૂર નથી. આ ડ્રોન પાંચ ફૂટનું જ છે. અને ચાર ફૂટ પહોળું છે. વચ્ચેનો ભાગ નાની મિસાઈલ જેવો દેખાય છે. તે 530 કિલોમીટરથી 980 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.