સ્પોર્ટસ

સૌરવ ગાંગુલીનો કોહલી બાબતે મોટો ખુલાસો, કહ્યું- ‘મેં વિરાટને કેપ્ટનપદેથી હટાવ્યો નહોતો’

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ઉગ્ર વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. વાસ્તવમાં ટી-૨૦ વર્લ્ડ કપ પછી વિરાટને ટી-૨૦ અને વન-ડેના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. તે સમયે વિરાટે બીસીસીઆઇ અને ગાંગુલી પર નિશાન સાધ્યું હતું, તો ગાંગુલીએ પણ કોહલી વિશે નિવેદન આપ્યું હતું. હવે બીસીસીઆઈના પૂર્વ પ્રમુખે કહ્યું હતું કે તેમણે વિરાટને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપથી હટાવ્યો નહોતો.

હવે સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે જ્યારે તેઓ બીસીસીઆઇના અધ્યક્ષ હતા ત્યારે કેપ્ટનશિપને લઈને વિરાટ સાથે તેમની શું વાતચીત થઈ હતી.

વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. મહેન્દ્રસિંહ ધોની પછી વિરાટ કોહલીએ લાંબા સમય સુધી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની શરૂઆત પહેલા જ વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે આ ટૂર્નામેન્ટ બાદ તે ટી-૨૦ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પરથી રાજીનામું આપી દેશે. વિરાટની કેપ્ટનશિપમાં છેલ્લી આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. જે બાદ વિરાટે ટી૨૦ ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાની ના પાડી દીધી હતી. તે સમયે, અધ્યક્ષ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી હતા. ગાંગુલીએ વિરાટ સાથે વાત કરી હતી, જે બાદ વિરાટે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ગાંગુલી સાથેના તેના વિવાદના સમાચાર મીડિયામાં હેડલાઇન્સ બન્યા હતા.

સૌરવ ગાંગુલીએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “મેં વિરાટ કોહલીને કેપ્ટનપદેથી હટાવ્યો ન હતો. મેં તેને કહ્યું હતું કે, જો તું ટી-૨૦ ટીમનું નેતૃત્વ કરવા માગતો નથી તો જો તારે બધા જ વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી કેપ્ટનશિપ છોડી દેવી જોઇએ જે વધુ સારું રહેશે. જો કે, વન-ડે કેપ્ટનશિપને લઈને વિરાટ કોહલીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે વન-ડે ક્રિકેટની કેપ્ટનશિપ છોડવા અંગે તેમની સાથે કોઈ ચર્ચા થઈ નથી. જે બાદ વિરાટે ટેસ્ટ ફોર્મેટની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી અને ત્યારબાદ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં
આવ્યો હતો

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત