નેશનલ

ફોન બેંકિંગે જ દાટ વાળ્યો છે… સદનમાં નાણાં પ્રધાને કેમ આવું કહ્યું?

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સિતારમણે મંગળવારે રાજ્યસભામાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેછળ 15,186.64 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે અને આમાંથી મોટાભાગની રકમ સાર્વજનિક ક્ષેત્રની બેંકોને સોંપવામાં આવી છે. રાજ્યસભામાં સવાલોના જવાબ આપતા નાણા પ્રધાને એવું પણ કહ્યું હતું કે આમાં દોષી લોકો સામે વિવિધ કાયદાકીય જોગવાઈ હેઠળ વિશેષ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એને કારણે જ બેંકો પાસે મોટી રકમ પાછી આવી રહી છે.

સદનના અધ્યક્ષ જગદીપ ધનખડે નાણા પ્રધાનને ફોન બેંકિંગનો અર્થ પૂછ્યો હતો જેનો ઉલ્લેખ એક પુરક પ્રશ્નના ઉત્તરમાં કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે ફોન બેંકિંગ એક એવી પેટર્ન છે કે જેની મદદથી રાજનૈતિક હસ્તક્ષેપ (2004-2014)ના સંપ્રગ શાસન દરમિયાન)ને આપણી બધી બેંકો બરબાદ કરી નાખી હતી અને તેમને નુકસાનીમાં પહોંચાડી દીધી હતી.

આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે ફોન બેંકિંગ એ સમયે હતી જ્યારે લોકો બેંકોને ફોન કરીને કહેતાં હતા કે ફલાણી ફલાણી વ્યક્તિ તમારી બેંક પાસે લોન લેવા આવશે અને એમને લોન આપજો. આનો સીધેસીધો અર્થ એવો થયો કે લોન લેનારના બેકગ્રાઉન્ડની તપાસ કરવાનો કોઈ અવકાશ જ નથી અને એને લોન મળવી જ જોઈએ.

આ સમસ્યા કેન્દ્ર 2004 અને 2014 વચ્ચે યુપીએ શાસનના દસ વર્ષ દરમિયાન હતી જ્યારે એવા લોકોને લોન આપવામાં આવી છે જે લોકો લોન લેવા માટે એલિજેબલ જ નહોતા. ભારતીય બેંકોને સુધારાના માધ્યમથી સારી સ્થિતિમાં લાવવાની જવાબદારી અમારા માથા પર આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી સહિત અમે લોકોએ સાથે બેઠકો કરી અને એ સમજવામાં લાંબો સમય પસાર કર્યો કે સમસ્યા છે ક્યાં? ત્યારબાદ આરબીઆઈ સાથે મળીને પણ અમે લોકોએ કામ કર્યું, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલાં પગલાંને કારણે ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગઈ છે અને જેણે આ પહેલાં ક્વાર્ટરમાં 7.6 ટકા જીડીપી વૃદ્ધિ દર નોંધાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ