ગેંગસ્ટર અતીક અહેમદનું પાકિસ્તાન સાથેનું કનેક્શન બહાર આવ્યું, જાણો હકીકત
લખનઉ: ઉત્તર પ્રદેશ (યુપી)ના માફિયા ડોન અતીક અહેમદની અને તેના ભાઈ અશરફ અહેમદની ધરપકડ કરવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, પરંતુ અતીકનું પાકિસ્તાન સુધી કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. અતીક અહેમદની હત્યા બાદ તેની બધી સંપતિને લઈને તપાસ ચાલી રહ્યા છે, જેમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. અતીક અને અશરફની દરેક ગેરકાયદે સંપત્તિ અને કમાણીની તપાસ ચાલી રહી છે, જેમાં બંને ભાઈના પાકિસ્તાન સાથેના કનેક્શન પણ સામે આવી રહ્યા છે.
પોલીસે અતીક અહેમદે અને તેના ભાઈ સાથે મળીને પ્રયાગરાજના મ્યોર રોડની પાંચ કરોડ રૂપિયાની જમીન પોતાના કબ્જે કરવા માટેનું કાવતરું પાકિસ્તાનના કરાચીથી સુહૈલ સિદ્દીકી સાથે રચ્યું હતું. પાકિસ્તાનના કરાચીથી સુહૈલ સિદ્દીકીને બોલાવી તેની મદદથી બનાવટી દસ્તાવેજો (બનાવટી કાગળ) બનાવી જમીન પોતાના નામે કરી દીધી હતી. આ જમીન યુપીના અલાહાબાદ યુનિવર્સિટીના એક અરબી પ્રોફેસરની હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ રિપોર્ટ મુજબ પ્રયાગરાજ ખાતે આવેલી આ જમીને પોતાના નામે કરી હતી. અરબીના પ્રોફેસરે આ જમીનનું વસિયત બનાવી પોતાના ભાઈ લાલ શુક્લને આપ્યું હતું અને ત્યાબાદ તેઓ પાકિસ્તાનના કરાચી ગયા હોવાની જાણવા મળ્યું છે. વર્ષ 1996થી જ અતીકની આ જમીન પર નજર હતી. આ જમીન કબ્જે કરવા તેણે આ કાવતરું રચ્યું હતું.
સુહૈલ સિદ્દીકીની મદદથી આ જમીન પોતાના નામે કરી અતીકે લાલ શુક્લ પાસે જઈને તેમને આ મકાન ખાલી કરવામાં માટે ધમકી આપી તેમની સાથે મારપીટ પણ કરી હતી. શુક્લ પરિવારે આ મામલે અતીક સામે એફઆઇઆર પણ દાખલ કરવી હતી.
જમીન પડાવી લીધા બાદ અતિકે શુક્લ પરિવાર પાસે એક કરોડ રૂપિયાની માંગ કરી હતી, પણ શુક્લ પરિવાર આ રકમ ન આપતા અતીકે તેમને ઘર ખાલી કરવામાં માટે દબાણ બનાવ્યું હતું. આ મામલે હવે પોલીસે તપાસ આગળ વધાર્યો છે.