વેપાર અને વાણિજ્ય

સોનું ₹ ૫૫૩ની આગઝરતી તેજી સાથે ₹ ૬૩,૦૦૦ની પાર

મુંબઈ: અમેરિકા ખાતે ગત શુક્રવારે જાહેર થયેલા નવેમ્બર મહિનાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી તેમ જ બેરોજગારીનો દર પણ ૩.૯ ટકા આસપાસની સપાટીએ સ્થિર રહ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થાગિત કરવાની સાથે વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં કપાતની પણ શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૧૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા બાદ ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. આમ સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૭૨થી ૧૦૭૭ની આગઝરતી તેજી ફૂંકાઈ ગયા બાદ સત્રના અંતે ભાવ રૂ. ૫૫૧થી ૫૫૩ના સુધારા સાથે બંધ રહીને રૂ. ૬૩,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન કિલોદીઠ રૂ. ૬૭૩ની તેજી આવ્યા બાદ સત્રના અંતે ભાવ કિલોદીઠ રૂ. ૩૦ના સાધારણ સુધારા સુધારા સાથે બંધ રહ્યા હતા. દરમિયાન આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી પાંખી રહી હોવા છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૭૨ વધીને રૂ. ૬૩,૫૪૯ સુધી પહોંચ્યા બાદ અંતે રૂ. ૫૫૧ના સુધારા સાથે રૂ. ૬૩,૦૨૮ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ મધ્યસત્ર દરમિયાન રૂ. ૧૦૭૭ વધીને રૂ. ૬૩,૮૦૫ના મથાળે રહ્યા બાદ અંતે રૂ. ૫૫૩ વધીને રૂ. ૬૩,૨૮૧ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, આજની અફરાતફરીના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી, પરંતુ ઊંચા મથાળેથી જૂના સોનામાં થોડાઘણાં અંશે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી છતાં વિશ્ર્વ બજાર પાછળ ભાવ કિલોદીઠ રૂ. ૬૭૩ વધીને રૂ. ૭૭,૦૭૩ના મથાળે રહ્યા બાદ અંતે સાધારણ કિલોદીઠ રૂ. ૩૦ના સુધારા સાથે રૂ. ૭૬,૪૩૦ના મથાળે બંધ રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ખાસ કરીને અમેરિકાના નવેમ્બર મહિનાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ પ્રબળ બનતાં લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૧૧૧.૩૯ ડૉલર સુધી ક્વૉટ થયા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૬૮.૩૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૮૭.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…