આપણું ગુજરાત

સિરપકાંડઃ આરોપી ઝડપાયા ને સિરપના ગોડાઉનમાંથી હજારોની સંખ્યામાં બોટલ ઝડપાઈ

ખેડા: ગુજરાતના ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપને નામે વેચાતી નકલી દવા પીને છ જણના મોત બાદ પોલીસે છાપા પાડ્યા હતા અને લગભગ ત્રણ હજારથી વધારે સિરપની બોટલ કબ્જે કરી હતી. આ વચ્ચે આરોપી યોગેશ સિંધી રિમાન્ડ દરમિયાન એકબાદ એક ખુલાસા કરી રહ્યાના અહેવાલો છે, જેમાં ડભાણ માંથી મોટું સિરપનું ગોડાઉન ઝડપાયું છે. તેમજ વડોદરામાંથી ઝડપાયેલા બે આરોપીઓનો પોલીસે કબજો લીધો હોવાની માહિતી મળી છે.

છેલ્લા થોડાં દિવસોથી રાજ્યમાં નકલી નશાયુક્ત સિરપની ઘટના બહાર આવી રહી છે. જેમાં 6 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે તપાસ દરમિયાન ગોડાઉનમાંથી સિરપની 97 પેટીઓ ઝડપાઈ હતી, જેમાં લગભગ 3780 નંગ સિરપની બોટલ હોવાનું જાણવા મળ્યું છે.

આ તમામ બોટલની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બધી માહિતી આરોપીની પૂછપરછમાં ખૂલી હોવાનું જાણવા મળ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?