કિયારા અડવાણીએ એવું તે શું કહ્યું કે શોનો હોસ્ટ કરણ જોહર ખુદ ચોંકી ઉઠ્યો?

કરણ જોહરનો શો કોફી વિથ કરણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને એનું કારણ છે કે આ શોમાં એવા એવા ખુલાસા થતાં હોય છે કે જે સાંભળીને ઘણી વખત વિવાદોનો મધપૂડો છંછેડાઈ જાય છે તો વળી કેટલાક સેલેબ્સ દ્વારા ખુલાસો કરવામાં આવે છે કે જેના વિશે કદાચ ખૂબ જ ઓછા લોકોને જાણ હોય છે. કોફી વિથ કરણના એપિસોડમાં કિયારા અડવાણી અને વિકી કૌશલે હાજરી આપી હતી અને કિયારાએ આ શોમાં એક ખુલાસો કર્યો હતો અને આ ખુલાસો સાંભળીને ખુદ કરણ જોહર એકદમ ચોંકી ઉઠ્યો હતો.
સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં કિયારા અને વિકી તેમની ફિલ્મ સેમ બહાદુરને પ્રમોટ કરવા આવ્યા હતા. હવે એ વાત તો જાણે જ છે કે કરણ જોહરના આ શો પર આવનાર સેલેબ્સે કરણના અઘરા સવાલોના જવાબ પણ આપવા પડે છે. અહીંયા તમારી જાણ માટે કે કિયારા અને વિકી પહેલાં વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ હાજરી આપી હતી.
શોના પોસ્ટ કરવામાં આવેલા પ્રોમો વીડિયોમાં બ્લેક ગાઉનમાં કિયારા અડવાણી ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે અને તે અમુક ડાન્સ સ્ટેપ્સ પણ કરતી જોવા મળી રહી છે. આ શોમાં કિયારાએ સિદ્ધાર્થે તેને ક્યારે પ્રપોઝ કર્યું હતું એ વિશે પણ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે જ્યારે અમે લોકો રોમ ફરીને આવ્યા ત્યારે સિદ્ધાર્થ વિકી સાથે આ શોમાં હાજરી આપવાનો હતો એને એની એક્ઝેક્ટલી પહેલાં જ સિદ્ધાર્થે કિયારાના પ્રપોઝ કર્યું હતું.
કરણ જોહર ખુદ પણ આ ખુલાસો સાંભળીને હેરાન-પરેશાન થઈ ગયો હતો, કારણ કે તેને આ વાતની જાણ આટલા લાંબા સમય પછી થઈ હતી. જ્યારે વિક્કીએ પણ કેટરિના કૈફ સાથેના કેટલાક કિસ્સો શેર કર્યો હતો.
અહીંયા તમારી જાણ માટે વિકી કૌશલ હાલમાં બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ સાથે મુકાબલો કરી રહી છે અને સતત તેની કમાણી વિશેની વિગતો સામે આવી રહી છે. ત્રણ દિવસમાં ફિલ્મે 25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જ્યારે એનિમલ ધુઆંધાર કમાણી કરી રહી છે.