નેશનલ

આવતીકાલે ચાર રાજ્યોના પરિણામોઃ લોકસભા પહેલા સેમમીફાઈનલમાં કોણ જીતશે?


આવતીકાલે અમુક રાજકીય પક્ષોના કાર્યાલયોમાં પેંડા વેચાશે, ફટકાડા ફૂટશે, ઢોલનાગારા વાગસે અને અબિલ ગુલાલ ઉડશે જ્યારે બીજા રાજકીય પક્ષોના કાર્યાલયોમાં નેતાઓને શોધવા પડશે, ગમગીની હશે અને ચિંતન કરવાની વાતો મીડિયા પર કરતા દેખાશે. આવતીકાલે તેલંગણા, રાજ્સ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામો સવારથી બહાર પડશે અને રાજકીય પક્ષોના ધબકારા ઉપર નીચે થશે. મિઝોરમની ચૂંટણીના પરિણામો સોમવારે આવશે.

લોકસભા પહેલા યોજાયેલી આ પાંચ વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કૉંગ્રેસ સહિત તમામ પક્ષો માટે સેમીફાઈનલ જેવી છે. આ ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા મોટા અને મહત્વના રાજ્યો છે તેમ જ તેલંગમા જેવું દક્ષિણી રાજ્ય પણ છે તો નક્સલવાદથી ત્રસ્ત એવું છત્તીસગઢ પણ છે. હાલમાં કૉંગ્રેસના હાથમાં છત્તીસગઢ ને રાજસ્થાન છે જ્યારે ભાજપ મધ્ય પ્રદેશમાં સત્તા ધરાવે છે. તેલંગણામાં બીઆરએસ છે. એક્ઝટ પોલ્સ અનુસાર કૉંગ્રેસનો હાથ ઉપર છે કારણ કે રાજસ્થાન અને તેલંગણામાં તેમ જ છત્તીસગઢમાં તે જીતતી દેખાઈ છે જ્યારે મધ્ય પ્રદેશમાં ટક્કર છે.

જોકે આ પોલ્સ ખોટા પડી શકે છે કારણ કે દરેક રાજ્યમાં સારું એવું મતદાન થયું છે આથી જનતાના મનને કળવું અઘરું છે. વળી, જે જીત બતાવાઈ છે તે ઘણી ઓછી સરસાઈથી બતાવાઈ છે આથી પાસું ક્યારે કોના તરફ પલટાઈ તે કહેવું મુશ્કેલ છે. કેન્દ્રમાં ભાજપની સત્તા હોવાથી અને 2024માં ફરી સત્તા પર આવવાની પૂરી કોશિશના ભાગરૂપે ભાજપે પ્રચારથી માંડી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સખત મહેનત કરી છે તો બીજી બાજુ સતત બે લોકસભામાં લોકોનો જાકારો સહન કરી રહેલી કૉંગ્રેસે રાજ્યોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા મહેનત કરી છે.

કૉંગ્રેસએ મહાગઠબંધનમાં પોતાનું વર્ચસ્વ જમાવવા પણ આ રાજ્યોમાં જીત મેળવવી જરૂરી છે. ત્યારે હવે જનતાએ કોના ભાગમાં શું આપ્યું છે તે જાણવા આવતીકાલની રાહ જોવી પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…