મારો ધંધો બંધ કરાવશો કે શુંઃ કેમ મેટ્રોમોનિયલ સાઈટના માલિકે આમ કહેવું પડ્યું
સોશિયલ મીડિયા પોસ્ટ બાદ કૉમેન્ટ સેક્શન જોવાની ટેવ લગભગ બધાને હોય છે. આ કૉમેન્ટ સેક્શનમા ક્યારેક લોકો ભાન ભૂલતા હોય છે અને એલફેલ લખતા હોય છે, પરંતુ મોટેભાગે ઘણી રસપ્રદ અને તાર્કિક કૉમેન્ટ્સ થતી હોય છે. આવું જ કંઈક શાદી ડોટ. કોમ મેટ્રિમોનિયલ સાઈટ પર થયું છે. અહીં કૉમેન્ટ સેક્શનમાં બે જણા જાણે એકબીજાના પ્રેમમાં પડી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે અને બધાએ ખૂબ મજાની પોસ્ટ મૂકી છે.
Shaadi.com ના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું – ‘પત્નીનું ગણિત એવું છે કે તેને લડાઈ પછી સ્પેસ જોઈએ પરંતુ તેને સાથે જાદુની જપ્પી પણ જોઈએ.
આ સિવાય બીજી પોસ્ટમાં શાદી ડોટ કોમએ લખ્યું- જોડિયા ક્યારેક અપર વાલા બંતા હૈ ક્યારેક કોમેન્ટ સેક્શન. તેણે કોમેન્ટમાં જેઓ મળ્યા તેમના માટે એક લાંબી અને સુંદર નૉટ પણ શેર કરી.
તેની કોમેન્ટમાં નિશિકા નામની છોકરીએ લખ્યું- જો તે (એટલે કે મુરતીયો) સ્પેસ (મોકળાશ)નું મહત્વ જાણે છે તો મારી તરફથી હા. આના જવાબમાં શ્રેયસ પાંડે નામના વ્યક્તિએ લખ્યું – ચોક્કસ મેડમ, તે મહત્વનું છે, તે કીબોર્ડનું સૌથી મોટું બટન છે. તેનો ઈશારો સ્પેસબાર તરફ હતો. આના જવાબમાં છોકરી લખે છે – હા…હા તમે ક્યૂટ છો. પછી છોકરો લખે છે – મમ્મી, તારી માટે વહુ મળી ગઈ છે. હું શાદી.કોમની પ્રોફાઇલ ડીલીટ કરી રહ્યો છું અને પછી છોકરી વ્યક્તિગત ડાયરેક્ટ મેસેજ બોક્સ ચેક કરવા છોકરાને કહે છે.
હવે જ્યારે લોકોએ આ પબ્લિક ચેટ જોઈ તો તેમને તો મજા પડી ગઈ. બધાએ તેમને સવાલો કરવા મંડ્યા કે તમારું ગોઠવાયું કે નહીં. જ્યારે Shaadi.com ના માલિક અનુપમ મિત્તલે ટ્વિટર પર તેનો સ્ક્રીનશોટ શેર કર્યો અને તેના પર ટિપ્પણી કરી અને તે ઝડપથી વાયરલ પણ થઈ. વાસ્તવમાં, મસ્તી કરતી વખતે તેણે લખ્યું, શાદી.કોમ સાથે શું ચાલી રહ્યું છે, શું તમે ધંધો બંધ કરશો? તેના પર એકાઉન્ટ મેનેજર તરફથી જવાબ આવ્યો – ‘ધંધો વધતો રહેશે, ચાલો હવે વાતને આગળ વધારીએ.
આ તમામ ચેટ ખૂબ રસપ્રદ અને રમૂજી હોવાથી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો હજુ કૉમ્ન્ટ્સ કરી રહ્યા છે. તો જો તમે પણ જો તમારા મનનો માણીગર કે સપનાની રાજકુમારી શોધતા હોવ તો તમે પણ કરો કોમેન્ટ શું ખબર કોઈ મળી જાય…