નેશનલ

આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીની લીઝ રદ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે…

અલહાબાદ: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને જૌહર યુનિવર્સિટી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. આઝમ ખાને જૌહર યુનિવર્સિટીને આપવામાં આવેલી જમીનની લીઝ રદ કરવાના યુપી સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ અરજીની સુનાવણી કરતી વખતે કહ્યું કે તેમે ઉત્તર પ્રદેશની હાઈ કોર્ટમાં જ જાઓ અને જ્યાં સુધી તમારી હાઇ કોર્ટ તમારા પ્રશ્ર્નોનો ઉકેલ આપી શકે છે. ત્યાં સુધી તમામ બાબતોમાં સુપ્રીમ કોર્ટને ખેંચશો નહિ. હાઈ કોર્ટમાં ચીફ જસ્ટિસ એક બેન્ચ બનાવશે અને તમારા કેસની સુનાવણી કરશે. હાલમાં જૌહર યુનિવર્સિટીનો કેસ અલહાબાદ હાઈ કોર્ટના સ્ટેન્ડ પર નિર્ભર રહેશે.

નોંધનીય છે કે અલહાબાદ હાઈ કોર્ટમાં આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ છે. પરંતુ ત્યાં કેસની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાંતી રાહત મળવાને બદલે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. અને આદેશ કર્યો હતો કે તમે તમારી હાઈ કોર્ટમાં જ અરજી કરો. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અલહાબાદ હાઈ કોર્ટ તરત જ મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની અરજીની સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી ચલાવતા ટ્રસ્ટના અધ્યક્ષ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન આઝમ ખાન છે.

આશરે રૂ. 100 કરોડની કિંમતની આ જમીન જેનો વિસ્તાર 3825 ચોરસ મીટર છે. આ મિલકતનું વાર્ષિક ભાડું ફક્ત રૂ. 100 નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે આઝમ ખાને માધ્યમિક શિક્ષણ વિભાગ સાથે કરાર પણ કર્યો હતો. પરંતુ હવે સરકારે આ કરારની શરતોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને લીઝ રદ કરી છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે આઝમ ખાન પર આરોપ મૂક્યો છે કે તેઓ યુપી સરકારમાં સત્તા પર હતા ત્યારે રામપુરમાં તેમની મૌલાના અલી જોહર યુનિવર્સિટીમાં કામ કરવા માટે રૂ. 106.56 કરોડના સરકારી ભંડોળનો ઉપયોગ કર્યો હતો. યુપીની યોગી આદિત્યનાથ સરકારે પણ આ મામલાને હિતોના ટકરાવનો મામલો ગણાવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…