પ્રોપર્ટી વહેંચણી મુદ્દે જાણી લો ‘બિગ-બી’ની મોટી જાહેરાત
મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા બચ્ચનને પ્રતિક્ષા બંગલો આપીને સૌને ચોંકાવી નાખ્યા હતા. હવે તેમની 3,000 કરોડ રુપિયાની પ્રોપર્ટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અલબત્ત, બિગ બી દીકરાના જેટલી જ દીકરીને પ્રોપર્ટી સમાન રીતે આપશે એવું મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું.
તાજેતરમાં દીકરી શ્વેતા બચ્ચનને પોતાનો જુહુ ખાતેનો બંગલો ગિફ્ટ કર્યો હતો, જ્યારે તેની કિંમત પણ 50 કરોડથી વધુ અંદાજવામાં આવી હતી. બીજી બાજુ એક અહેવાલમાં જણાવ્યું છે કે બિગ બીની પ્રોપર્ટીની કિંમત 3,190 કરોડની છે, જેમાં જલસા બંગલોની કિંમત 112 કરોડની છે. જલસા બંગલો સિવાય તેમના અન્ય બંગલામાં ‘જનક’ અને ‘વત્સ’ વગેરેનો સમાવેશ થાય છે. બંગલો સિવાય મોંઘીદાટ લકઝરી કાર્સનો સમાવેશ થાય છે.
મોંઘી કાર્સમાં બેંટલે કોન્ટિનેન્ટલ જીટી, રેંજ રોવર, રોલ્સ રોયસ ફેન્ટમ, લેક્સસ એલએક્સ570 અને ઓડીએશ્રએલ વગેરે લકઝરી કાર ધરાવે છે. એની સાથે એક પ્રાઈવેટ જેટનો પણ સમાવેશ થાય છે, જ્યારે તેનું મૂલ્ય 260 કરોડ રુપિયાનું છે. કરોડો રુપિયાની પ્રોપર્ટી હોવા છતાં હવે બાકી બધુ દીકરા અભિષેકના નામે થઈ જવાના અહેવાલ વચ્ચે બિગ બી એ વાતને પણ રદિયો આપ્યો હતો. કૌન બનેગા કરોડપતિ-કેબીસીના શોમાં ખૂદ બિગએ એક વાતની સ્પષ્ટતા કરી હતી કે અભિષેક બચ્ચનને તેની પૂરી પ્રોપર્ટી મળશે નહીં.
જોકે, અમિતાભ બચ્ચને પોતાની પ્રોપર્ટી અંગેની તમામ અટકળોને ઘણા સમય પહેલા જ ફગાવી દીધી હતી. એક શો દરમિયાન બિગ બીએ કહ્યું હતું કે જ્યારે પણ અમે નહીં રહીએ તો અમારી પાસે જે કંઈ પણ છે તે આપણા બાળકોનું હશે. અમને એક પુત્ર અને એક પુત્રી છે. આમ છતાં આ બધું બંને વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. ટૂંકમાં, એક વાત નક્કી છે કે અમિતાભ બચ્ચનની તમામ પ્રોપર્ટીઝમાં જેટલો હક અભિષેક બચ્ચનને મળશે એટલો જ દીકરી શ્ર્વેતા બચ્ચનને પણ.