નેશનલ

ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર અને હત્યાથી દૂષિત હતું: કેસીઆર

વારાંગલ (તમિળનાડુ): જો કૉંગ્રેસને સત્તા પર લાવવામાં આવશે તો અમે રાજ્યમાં ફરી ‘ઈંદિરામ્મા રાજ્યમ’ લાવીશું એ પ્રકારના નિવેદનને મામલે કૉંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર, ગોળીબારો અને હત્યાથી દૂષિત હતું.
૩૦ નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બીઆરએસના ઉમેદવારો માટે મત માગતા કેસીઆરએ ૯૫મી ચૂંટણીસભાને સંબોધન કરતા કહ્યું હતું કે જો અમને ફરી સત્તા સોંપવામાં આવશે તો અમે શહેરનો વધુ વિકાસ કરીશું અને નાગરિકોને માટે વધારાની માળખાકીય સુવિધાઓ ઊભી કરીશું.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે બીઆરએસને ફરી સત્તા સોંપવામાં આવશે તો વૃદ્ધાવસ્થામાં આપવામાં આવતી પેન્શનની રકમ હાલના માસિક રૂ. ૨,૦૦૦થી વધારીને રૂ. ૫,૦૦૦ કરવામાં આવશે.
આજે કૉંગ્રેસના લોકો કહી રહ્યા છે કે જો તેમને સત્તા સોંપવામાં આવશે તો તેઓ રાજ્યમાં ફરી ‘ઈંદિરામ્મા રાજ્યમ’ શાસન લાવશે, પરંતુ કોને જોઈએ છે ‘ઈંદિરામ્મા રાજ્યમ’? ‘ઈંદિરામ્મા રાજ્યમ’માં શું થયું હતું?
જો ‘ઈંદિરામ્મા રાજ્યમ’ એટલું બધું સારું હતું તો એન. ટી. રામારાવે નવા પક્ષની સ્થાપના કરવાની અને બે રૂપિયે કિલો ચોખા આપવાની જરૂર કેમ પડી હતી?
‘ઈંદિરામ્મા રાજ્યમ’ કટોકટી, ઍન્કાઉન્ટર, ગોળીબાર, હત્યાઓથી ભરેલું હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્ષ ૧૯૬૯માં અલગ તેલંગણા આંદોલન વખતે ૪૦૦ કરતા પણ વધુ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button