સનરાઇઝર્સ હૈદરાબાદે છ અને પંજાબ કિંગ્સે પાંચ ખેલાડીઓને કર્યા રીલિઝ
નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. પંજાબ કિંગ્સે ભાનુકા રાજપક્ષે અને શાહરૂખ ખાન જેવા ખેલાડીઓને બહાર રાખ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રુકને રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે.
પંજાબ કિંગ્સે રીલિઝ કરેલા ખેલાડીઓમાં ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ઢાંડા, રાજ બાવા, શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. સનરાઇઝર્સ હૈદરાબાદે રીલિઝ કરેલા ખેલાડીઓમાં હેરી બ્રુક, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી, વિરંત શર્મા, આદિલ રશીદ, ઓકીલ હૌસેનનો સમાવેશ થાય છે.
સનરાઇઝર્સે રિટેન કરેલા ખેલાડીઓ
વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, સનવીર સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, મયંક અગ્રવાલ, અબ્દુલ સમદ, અનમોલપ્રીત સિંહ, એડન માર્કરામ, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી, ટી નૈતિન, હેનવીન. ક્લાસેન અને ઉપેન્દ્ર સિંહ યાદવ
પંજાબ કિંગ્સે રિટેન કરેલા ખેલાડીઓ
શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, જિતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, હરપ્રીત ભાટિયા, અથર્વ તાયડે, ઋષિ ધવન, સેમ કુરન, સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, ગુરનૂર સિંહ બ્રાર, શિવમ સિંહ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, હરપ્રીત. બ્રાર અને વિદ્વત કનેરપ્પા