નેશનલ

સ્પેસએક્સના નવા વિશાળ રોકેટમાં લોન્ચ સમયે વિસ્ફોટ

વોશિંગ્ટન: સ્પેસએક્સે શનિવારે તેનું મેગા રોકેટ સ્ટારશિપ લોન્ચ કર્યું હતું, પરંતુ પરીક્ષણ ફ્લાઇટમાં બૂસ્ટર અને પછી અવકાશયાનને વિસ્ફોટને કારણે મિનિટોમાં ગુમાવી દીધા હતા.
બૂસ્ટરે રોકેટશિપને અવકાશ તરફ મોકલ્યું હતું, પરંતુ દક્ષિણ ટેક્સાસથી લિફ્ટઓફ થયાના આઠ મિનિટ પછી સંદેશવ્યવહાર તૂટી ગયો હતો અને સ્પેસએક્સએ જાહેર કર્યું હતું કે લોન્ચ નિષ્ફળ ગયું છે.
અંદાજે ૪૦૦ ફૂટનું સ્ટારશિપ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ છે.
એપ્રિલમાં પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ પણ લિફ્ટઓફ પછી તરત જ વિસ્ફોટને કારણે નિષ્ફળ ગયું હતું.
સ્પેસએક્સનું વિશાળ નવું રોકેટનો પ્રથમ પ્રયાસ વિસ્ફોટને કારણે નિષ્ફળ થયાના સાત મહિના પછી શનિવારે કરવામાં આવેલ ટેસ્ટ ફ્લાઇટમાં દક્ષિણ ટેક્સાસથી વિસ્ફોટ થયો હતો.
૩૯૭-ફૂટ (૧૨૧-મીટર)નું સ્ટારશિપ રોકેટની ટેસ્ટ ફ્લાઇટનું ધ્યેય સ્પેસશીપને તેના બૂસ્ટરથી અલગ કરીને અવકાશમાં મોકલવાનું હતું.
સ્પેસએક્સનું લક્ષ્ય ૧૫૦ માઈલ (૨૪૦ કિલોમીટર)ની ઊંચાઈનું છે જે સંપૂર્ણ ભ્રમણકક્ષાથી ઓછું છે.સ્ટારશિપ એ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ છે. એપ્રિલમાં તેની પ્રથમ ફ્લાઇટ ચાર મિનિટ ચાલી હતી, જેનો કાટમાળ અખાતમાં તૂટી પડ્યો હતો. મસ્કની કંપનીએ ત્યારથી બૂસ્ટર અને તેના ૩૩ એન્જિન તેમ જ લોન્ચપેડમાં ડઝનેક સુધારા કર્યા છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button