અમદાવાદની પીચ સ્લો રહેશે: રોહિત શર્મા
અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં વિશ્ર્વભરના ક્રિકેટ ચાહકોની નજર ફાઈનલ પર ટકેલી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રી-પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદની પીચને લઈને મોટું અપડેટ આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું હતું કે અહીં ભારત અને પાકિસ્તાનની મેચ સમયે કોઇ ઘાસ નહોતું. આ પીચ પર થોડું ઘાસ છે. મેં પીચ જોઇ નથી પરંતુ પીચ ધીમી રહેશે. અમે આજે પીચ જોઈશું અને પછી સ્થિતિનું મૂલ્યાંકન કરીશું. અમારા ખેલાડીઓ તેનાથી વાકેફ છે. અહીં સ્થિતિ બદલાઈ ગઈ છે, તાપમાન ઘટી ગયું છે. ફાઇનલ મેચના દિવસે ફ્રેશ રહેવા માટે વિરાટ કોહલીએ આગલા દિવસે આરામ કર્યો હતો અને વૈકલ્પિક નેટ સત્રમાં ભાગ લીધો નહોતો. ભારતીય ટીમે વ્યસ્ત શિડ્યુલમાં ખેલાડીઓના કાર્યભારને સારી રીતે મેનેજ કર્યું છે અને તેથી કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. મોટેરા ખાતેના બે પ્રી-ફાઇનલ સત્રોમાં ત્રણ ઝડપી બોલર અને કોહલીએ ભાગ લીધો ન હતો. ઉ