તા. ૧૯-૧૧-૨૦૨૩ થી તા. ૨૫-૧૧-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સમગતિએ વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. વક્રી ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મકર રાશિમાં રહે છે. તા. ૨૦મીએ કુંભ રાશિમાં, તા. ૨૨મીએ મીન રાશિમાં, તા. ૨૪મીએ મેષ રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વાયદાના વેપારમાં, દૈનિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના કામકાજ માટે ૧૯, ૨૦, ૨૨, ૨૫ શુભ પુરવાર થશે. સ્થળાંતર કરાવનારું ગોચરફળ જણાય છે. રાજકારણમાં સાવધાની દાખવવી જરૂરી છે. મિત્રો દ્વારા મહિલાઓને કામકાજની જવાબદારીમાં સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના નવીન અભ્યાસ માટેના પ્રયત્નો સફળ બની રહેશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજમાં જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. ધાર્યા મુજબનું નોકરીનું કામકાજ સંપન્ન થશે. તા. ૨૦, ૨૨, ૨૪ના નિર્ણયોનો અમલ સફળ બની રહેશે. વેપારની નાણાંઆવકની વૃદ્ધિ થશે. નવા વેપારના સંબંધો નિર્માણ થશે. મહિલાઓને પરિવારજનો માટે કિંમતી ચીજોની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો પ્રાપ્ત થતાં જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે સ્વ નિર્ણયોમાં આત્મવિશ્ર્વાસનો અભાવ રહેશે. નોકરીમાં વર્ચસ્વ માન-મરતબો જળવાશે. ભાગીદારથી નાણાંલાભ મેળવશો. તા. ૨૧, ૨૨, ૨૪ના કારોબારના કામકાજ સફળ બની રહેશે. નાણાંવ્યવસ્થા જાળવવા માટે સફળ રહેશો. મહિલાઓને કુટુંબના સભ્યો પ્રાસંગિક જવાબદારીમાં ઉપયોગી થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતાને આત્મવિશ્ર્વાસનો અનુભવ થાય.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ, દૈનિક વેપાર પણ શક્ય જણાય છે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. તા. ૧૯, ૨૦, ૨૪, ૨૫ના નિર્ણયોમાં આત્મવિશ્ર્વાસ જળવાશે. નવા વ્યવસાયના સંબંધો ઉપયોગી પુરવાર થશે. નાણાંનું આયોજન સફળ પુરવાર થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. પ્રવાસ માટે સપ્તાહનું ગોચરફળ શુભ છે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતાનો અનુભવ થાય.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેના નિર્ણયનો અમલ શક્ય જણાય છે. નોકરી માટે તા. ૨૦, ૨૧, ૨૨, ૨૫ શુભ પુરવાર થશે. ભાગીદારીના વ્યવસાયના સંબંધો વધુ મજબૂત બનશે. આર્થિક નિર્ણયો અનુકૂળ બની રહેશે. પ્રવાસ માટે આ સપ્તાહ શુભ પુરવાર થશે તથા નાણાંલેવડદેવડ પણ સંપન્ન થશે. મહિલાઓને કુટુંબના સભ્યોમાં જૂનાં મતભેદોનો ઉકેલ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ સહ અધ્યાયીઓનો સહયોગ મેળવશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના નવા નાણાંરોકાણ માટે સફળ તકો મેળવશો. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ થશે. વ્યવસાયના મિત્રો સાથેના નાણાંવ્યવહારમાં સાવધાની દાખવવી જરૂરી છે. પ્રવાસ પર્યટન સફળ રહેશે. મહિલાઓ કિંમતી ચીજોની ખરીદી કરી શકશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે યોગ્ય સાધનો માર્ગદર્શન પ્રાપ્ત થતાં જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબ દૈનિક વેપારના કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. નાણાંખર્ચ પરત્વે તકેદારી રાખવાનું ગોચરફળ સૂચવે છે. કારોબારની નાણાંઆવક જળવાશે. મહિલાઓના નોકરીના નિર્ણયો સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને નબળા વિષયમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થાય.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષામુજબ શેરબજારના કામકાજ સફળ બની રહેશે. નોકરીમાં પરિવર્તનો જણાય છે. ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. સંતાનના જવાબદારીના કામકાજમાં સફળતા મેળવશો. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. નાણાંનું આયોજન સફળ બની રહેશે. મહિલાઓની સહપરિવાર પ્રવાસની અપેક્ષા પૂર્ણ થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસના કાર્યક્રમ નિયમિત બની રહેશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે અપેક્ષિત તકો મેળવશો. નોકરીના કામકાજ એકંદરે નિયમિત જળવાઈ રહેશે. તા. ૨૧, ૨૩, ૨૪ નોકરીમાં યશની પ્રાપ્તિ દર્શાવે છે. નવા નાણાંપ્રાપ્તિના સાધનો આ સપ્તાહમાં નિર્માણ થશે. નાણાંઆવકની વૃદ્ધિ પણ થાય. મહિલાઓને ભાઈ-બહેનો સાથેના મતભેદોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસના નિર્ણયો સફળ બની રહેશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં ગેરદોરવણી શક્ય જણાય છે, સાવધાની રાખવી. નવા કામકાજ, અપેક્ષિત તકો નોકરીમાં મેળવશો. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. એકંદરે નાણાંઆવકની વૃદ્ધિ કરાવનારું ગોચરગ્રહ ફળ જણાય છે. મહિલાઓના સંતાનના જવાબદારીના કામકાજ સફળ બની રહેશે. મુસાફરીમાં મહિલાઓને વિશિષ્ટ અનુભવો થાય. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેના નિર્ણયનો અમલ શક્ય જણાય છે. નોકરી અર્થે પ્રવાસ જણાય છે. મુસાફરી દ્વારા જૂનાં નાણાં ઉઘરાણીનાં કામકાજ પણ પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રે વિવિધતા લાવી શકશો. મહિલાઓને નવા કામકાજના પ્રારંભ માટે પતિનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના નિર્ણય માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા મુજબનું દૈનિક સાપ્તાહિક કામકાજ સફળ રહેશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. નવા નાણાં આવકના સાધનો મેળવશો. સામાજિક, રાજકીય પ્રવૃત્તિઓમાં સાવધાની રાખવી જરૂરી છે. ગૃહિણીઓને પરિવારજનોમાં માનપાન, યશપ્રાપ્તિનો અનુભવ થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળ બની રહેશે.