વીક એન્ડ

આહ કિસ સે કહેં કિ હમ ક્યા થે?સબ યહી દેખતે હૈં ક્યા હૈ હમ?

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

અબ કરમ કી ભી દિલ કો તાબ નહીં,
કિસ તરહ કુશ્તયે – જફા હૈં હમ.
ગુઝારી ઉમ્ર સારી રાઝે-હસ્તી કે સમઝને મેં,
પરસ્તિશ તેરી કરતા, ઈતની ફુરસતથી કહાં મુઝકો?
ઝબાં પે હર્ફે – તમન્ના ‘અસર’ ન આયા થા,
કિ વોહ નિગાહ ફિરી, ક્યોં ફિરી? નહીં માલૂમ.
ખૂગરે – દર્દ હો અગર ઈન્સાં,
રંજ મેં ભી મઝા હૈ રાહત કા.

  • અસર લખનવી
    પ્રણયના કેફના શાયર ‘અસર’ લખનવીનો જન્મ લખનૌના સુખી – શિક્ષિત પરિવારમાં ઈ.સ. ૧૮૮૫માં થયો હતો. તેમનું મૂળ નામ મિરઝા જાફર અલીખાન હતું. ઈ.સ. ૧૯૦૬માં તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી હતી. ૧૯૦૯ની સાલમાં ડેપ્યુટી કલેકટર તરીકે તેમની નિમણૂક થઈ હતી. ૧૯૪૦માં નિવૃત્ત થયા પછી તેમણે અલ્લાહાબાદના એડિશનલ તરીકે સેવાઓ આપી હતી. આ શાયર કેટલોક સમય કાશ્મીરના ગૃહપ્રધાન પદે પણ રહ્યા હતા. ઉચ્ચ કક્ષાના રાજકીય હોદ્દા પર કાર્યરત રહેવા છતાં તેમના ગઝલ સર્જનને ક્યારેક આંચ આવી નહોતી. આ હોનહાર શાયરનું ઈ.સ. ૧૯૬૭માં લખનૌ ખાતે અવસાન થયું હતું.

તેમના પ્રકાશિત ગઝલસંગ્રહોમાં ‘અસરિસ્તાન’, ‘બહારાં’, ‘નૌ બહારાં’ અને ‘રંગબસ્ત’નો સમાવેશ થાય છે. તેમણે ભગવદ્ ગીતાનો કાવ્યાનુવાદ ‘નગ્મા-એ-જાવેદ’ના નામથી પ્રગટ કર્યો હતો. ‘અસર કે મઝામીન’, ‘છાનબીન’ અને ‘અનીસ કી મરસિયા નિગારી’ તેમના અભ્યાસ લેખોનાં પુસ્તકો છે. તેમના કેટલાક શે’રનું રસપાન કરીએ:

  • ઈધર સે આજ વહ ગુઝરે તો મુંહ ફેરે હુવે ગુઝરે,
    અબ ઉન સે ભી હમારી બેકસી દેખી નહીં જાતી.

આજે તેઓ અહીંથી પસાર થયાં તો મોઢું (ચહેરો) ફેરવીને પસાર થયાં. તે બિચારાં હવે મારી વ્યાકુળતા પણ જોઈ શકતા નથી.

  • ઈસ સાદગી પે જાન મેરી ક્યૂં ફિદા ન હો,
    જબ દિલ દુખા કે તૂ કહે: “અચ્છા, ખફા ન હો.
    મારા હૃદયને દુભાવીને તું મને કહે છે કે ઠીક ત્યારે, નારાજ ન થાવ. હવે આવી (તારી) સમજની સાદગી પર હું મારો પ્રાણ કેમ ન્યોછાવર ન કરું?
  • ઉન કે આને કી બંધી થી આસ જબ તક હમનશીં,
    સુબ્હ હો જાતી થી અકસર જાનિબે દર દેખતે.

ઓ મિત્ર! એમના આવવાની આશા હતી ત્યાં સુધી તો ઘણું ખરું દરવાજા તરફ જોતાં જોતાં જ સવાર પડી જતી હતી.

  • ઈક રોઝ દિલ મેં તેરી મોહબ્બત થી જાંગુગ્ઝી,
    અબ તૂ હી તૂ હૈ, તેરી મોહબ્બત નહીં રહી.’
    એક સમય એવો હતો કે તારા પ્રેમે મારા હૃદય પર કબ્જો જમાવી દીધો હતો. પણ હવે આ હૃદયમાં માત્ર તું જ છે પણ તારો પ્રેમ રહ્યો નથી.
  • ઉન લબોં પર ઝલક તબસ્સુમ કી,
    જૈસે નક્હત મેં જાન પડ જાયે.

એના હોઠો પર સ્મિતની ઝલક! (શું વાત છે!) જાણે સુગંધમાં પ્રાણ ભળી ગયા હોય તેવું લાગે છે!

  • અદબ લાખ થા, ફિર ભી ઉસ કી તરફ;
    નઝર મેરી અકસર બહકતી રહી.

એમના પ્રત્યે આદર હતો છતાં એમની તરફ મારી નજર ઘણું ખરું બહેકેલી જ રહી.

  • અબ આયે બહાર યા ન આયે,
    આંખોં સે લહૂ ટપક રહા હૈં.

હવે વસંત આવે તો શું અને ન આવે તો પણ શું? આંખોમાંથી લોહીના આંસુઓ ટપકવાં લાગ્યા છે.

  • આગાઝે – મોહબ્બત કી લઝઝત,
    અંજામ મેં પાના મુશ્કિલ હૈ;
    જબ દિલ કો મસોસે રહતે થે,
    અબ હાથ લગાના મુશ્કિલ હૈ.

પ્રેમના શરૂઆતના દિવસોની મજા એના અંતમાં મેળવવી અઘરી છે. તે વખતે તો (અમે) હૃદયની પીડાના આવેગને પકડી રાખતા હતા. હવે તો હાથ બગાડવો પણ મુશ્કેલ છે.

  • આ! મેરે કાટે અબ નહીં કરતી,
    બેવફા તેરે હિજ્ કી ઘડિયાં.

ઓ બેવફા! તું હવે આવી જા. તારા વિયોગની ક્ષણો મારી ઈચ્છા હોવા છતાંય કેમેય કરીને કપાતી નથી.

  • અસર તેરે કૂચે સે બચ-બચ કે નિકલા,
    અભી હોશ ઈતના હૈ દીવાનગી મેં.
    તારી ગલીમાંથી ‘અસર’ સંભાળી – જાળવીને નીકળી ગયો છે. મારા પાગલપણામાં હજુ એટલી સભાનતા તો હજુ બાકી છે જ.
  • અદા હૈ યાદ તેરે મુસ્કુરાકે આને કી,
    ઔર ઉસકે બાદ વોહ દામન છુડા કે જાને કી.
    તારી હસતાં હસતાં આવવાની છટા અને ત્યારબાદ પાલવ છોડાવીને તારી ચાલ્યાં જવાની છટા (મને) બરાબર યાદ છે.
  • ઉસ કી બેદાદ કા નહીં શિકવા,
    મેરા હી શૌક મેરા કાતિલ થા.

એનાં જુલ્મોની ફરિયાદ કયાં કરવા બેસું? મને તો મારી લાલસાઓએ જ મારી નાખ્યો છે.

  • ઐસે ભી લમ્હેં ગુઝરે હૈ, હૈરતે-જમાલ પર,
    જલવા નઝર કે સામને, દિલ કો મગર યકીં નહી.

અચરજમાં નાખી દે એવા એમના સૌંદર્ય માટે એવી ક્ષણો ગુઝરી છે કે એમનું રૂપ-સૌન્દર્ય દૃષ્ટિ સમક્ષ હોય, પણ હૃદયને વિશ્ર્વાસ બેસતો નથી.

  • કિસ તરહ તડપે જિસે યહ ડર લગા હો હમનશીં,
    દર્દ મેં શામિલ ન હો કિસી કી યાદ ભી.

પોતાના દર્દ સાથે કોઇની યાદ ભળી ન જાય તેવા લોકોએ કેવી રીતે તડપવું એ બાબતનો ડર જેના મનમાં ઘર કરી ગયો હોય તેનો શો ઉકેલ? (તે તો જરા મને બતાવી દે)

  • કુછ રોઝ યહ ભી રંગ રહા ઇન્તેઝાર કા,
    આંખ ઉઠ ગઇ જીધર બસ ઇધર દેખતે રહે.
    આ પ્રતીક્ષાનો રંગ થોડા દિવસ એવો ઘેરો થઇ ગયો કે જયાં આંખ ઠરી ત્યાં જ અમોએ (એકીટશે) જોયા કર્યું!
  • કો હો-સહરા જહાં બૈઠ કે મૈં રોયા થા,
    ઉન મુકામોં સે સુના જાતા હૈ દરિયા નિકલે.

પર્વત અને રણમાં બેસીને હું રડયો હતો તે સ્થળોએ હવે ઝરણાનું વહેણ ચાલુ થઇ ગયું છે એવું મને સાંભળવા મળ્યું છે.

  • કૌન કેહતા હૈ કિ મૌત અંજામ હોના ચાહિયે,
    ઝિન્દગી કા ઝિન્દગી પૈગામ હોના ચાહિયે.

મૃત્યુ એ જીવનનો અંત છે એવું કોણ કહે છે? જીવનનો સંદેશ તો જીવન જ હોવો જોઇએ.

  • કયા ક્યા દુઆએં માંગતે હૈં સબ મગર ‘અસર’,
    અપની યહી દુઆ હૈ કોઇ મુદ્દઆ ન હો.

આ લોકો કેવી કેવી પ્રાર્થનાઓ કરે છે એ તો જુઓ! મારી પ્રાર્થના એ છે કે મનમાં કોઇ જાતની ઇચ્છા જ પેદા ન થાય.

  • કુછ દિન કી ઔર કશ્મકશે-જીસ્ત હૈ ‘અસર’,
    અચ્છી-બુરી ગુઝરની થી, જૈસે ગુઝર ગઇ.

ઓ ‘અસર’! આ જીવનની દ્વિધા તો હવે થોડા દિવસ માટે જ છે.અમારા પર જે કાંઇ સારું-નરસું વીતવાનું હતું તે તો વીતી ચૂકયું છે. (હવે શાની ચિંતા?)

  • કિસી કે કામ ન આયે તો આદમી કયા હૈ?
    જો અપની ફિક્ર મેં ગુઝરે વો ઝિન્દગી કયા હૈ?
    કોઇના કામમાં ન આવી શકે એ કાંઇ માણસ ન કહેવાય. જે પોતાની ચિંતામાં જ ક્ષણો પસાર કરે એને વળી જિંદગી શી રીતે કહેવાય?
  • ઇન્સાન કો બેઇશ્ક સલીકા નહીં આતા,
    જીના તો બડી ચીજ હૈ, મરના નહીં આતા.

પ્રેમ ન હોય તો માણસને સભ્યતા પણ આવડતી નથી. ખૈર! જીવવું તો મોટી વાત છે પણ માણસને તો મરતાં ય આવડતું નથી.

  • ઐસી તૌબા સે તો મયખ્વાર હી રહના થા ‘અસર’,
    દિલ પે ઇક હાથ હૈ, ઇક હાથ મેં સાગર તૂટા.

‘અસર’! આવા શપથ લેવા કરતાં તો શરાબી રહેવું સારું હતું. પ્રતિજ્ઞા લેવા માટે તેં તારો એક હાથ હૃદય પર રાખ્યો છે. જયારે બીજા હાથમાં તૂટેલો પ્યાલો છે તે કેવું બેહૂદું લાગે છે!

  • ઇશ્ક હૈ ઇક નિશાતે-બેપાયા,
    શર્ત યહ હૈ કિ આરઝુ ન રહે.

પ્રેમ તો એક પ્રકારનું શાશ્ર્વત સુખ છે. પણ એમાં શરત એટલી છે કે (આપણામાં) કોઇ પણ પ્રકારની લાલસા રહેવી જોઇએ નહીં.

  • ઉફ! વો નઝર કિ સબ કે લિયે દિલનવાજ હૈ,
    મેરી તરફ ઊઠી તો તલવાર હો ગઇ.

અરે, એમની નજર તો બધાના દિલને ખુશ કરી દે તેવી છે. પણ એમની નજર મારા તરફ ગઇ તો (કેમ?) તલવાર જેવી થઇ ગઇ?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ