નાંદેડમાં નવમા ધોરણની વિદ્યાર્થિનીએ આ કારણસર ભર્યું અંતિમ પગલું
નાંદેડ: મરાઠા સમાજને અનામત મળે તેના માટે નાંદેડ જિલ્લાના સોમેશ્વર ગામમાં રહેતી નવમા ધોરણમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. સોમેશ્વર ગામમાં રહેતી અને નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક છોકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલાં આ તેને સ્યૂસાઇડ નોટ પણ લખી છે.
મરાઠા સમાજને વહેલી તકે અનામત મળે મારું બલિદાન વ્યર્થ ના જવું જોઇએ. આઇ-અણ્ણા (મમ્મી-પપ્પા) મને માફ કરજો એમ કોમલે સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે. નાંદેડ જિલ્લામાં મરાઠા અનામત માટે આ પાંચમી આત્મહત્યા છે.
મરાઠા અનામત માટે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીના પિતા ખેડૂત છે. તેમની પાસે માત્ર એક એકર ખેતરની જમીન છે. ઘરમાં પાંચ દીકરીઓ છે. ખેતીના આધારે આખા ઘરનું જીવનનિર્વાહ થઇ રહ્યું છે ત્યારે હવે મરાઠા અનામતના મુદ્દે એ વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભર્યુ છે. જેને કારણે બોકારે પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થિનીએ આત્મહત્યા પેહલા એક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે કહ્યું છે કે, મરાઠા અનામત જલ્દી આપો, મારું બલિદાન વ્યર્થ જવું ના જોઇએ. આઇ અણ્ણા મને માફ કરજો…. મરાઠા અનામત માટે આખા રાજ્યમાં આંદોલન ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ આ આંદોલને હિંસક રુપ ધારણ કર્યુ છે. દરમિયાન મરાઠા અનામત માટે અનેક જિલ્લાઓમાં આત્મહત્યાના બનાવ બની રહ્યાં છે, જેમાં મરાઠવાડામાં સૌથી વધુ આત્મહત્યા થઇ હોવાના આંકડા જાણવા મળ્યા છે. માત્ર નાંદેડ જિલ્લામાં મરાઠા અનામત માટે પાંચ લોકોએ આત્મહત્યા કરી છે.
મરાઠા અનામત માટે આત્મહત્યાની કડી યથાવત છે. હિંગોલી જિલ્લામાં પણ એક પછી એક આત્મહત્યા મરાઠા અનામતની માંગણી માટે આત્મહત્યાના બનાવો બની રહ્યાં છે.
હિંગોલી જિલ્લાના આજરસોડામાં 27 વર્ષના આદિત્ય રાખોડે નામના યુવકે મરાઠા અનામત માટે વિજળીનો તાર પકડીને આત્મહત્યા કરી હતી. આદિત્ય ઉચ્ચશિક્ષિત હતો. તેમ છતાં નોકરી ન મળવાને કારણે તે હતાશ રહેતો હતો. આ ચિંતામા જ તેણે સ્યુસાઇડ નોટ લખીને અંતિમ પગલું ભર્યુ હતું.