ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

દિવાળી પર ભારતની પીએમ ઋષિ સુનકને ખાસ ભેટકિંગ કોહલી સાથે છે કનેક્શન

લંડનઃ દેશ અને દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ખુશીના આ તહેવાર પર દેશવાસીઓએ એકબીજા સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સાત સમંદર પાર ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ આ રોશનીના તહેવારની ઉજવણી કરી હતી.

વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે આ દિવાળી બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે વિતાવી હતી. આ દરમિયાન તેમણે પીએમ સુનકને ભારત તરફથી દિવાળીની ભેટ પણ આપી છે. આ ભેટનો ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી સાથે ખાસ સંબંધ છે.

બ્રિટનની તેમની ચાર દિવસીય મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવાર, 12 નવેમ્બરના રોજ લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. બ્રિટનની મુલાકાત દરમિયાન તેઓ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને પણ મળ્યા હતા અને તેમને ભારતના પીએમ તેમ જ કરોડો ભારતવાસીઓ તરફથી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે બ્રિટિશ પીએમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન PM સુનકને વિરાટ કોહલી દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ ભેટમાં આપ્યું હતું.

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ક્રિકેટના મોટા ફેન છે. એવું માનવામાં આવે છે કે તે ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલીને ખૂબ પસંદ કરે છે, તેથી જયશંકરે કોહલી દ્વારા હસ્તાક્ષર કરેલું આ બેટ પીએમ સુનકને ભેટમાં આપ્યું હતું.

નોંધની છે કે વર્તમાન 2023 વર્લ્ડ કપમાં ઋષિ સુનક માટે ખુશ રહેવાની બહુ ઓછી તક મળી હતી. તેમની ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ખિતાબની પ્રબળ દાવેદાર હોવા છતાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. જોસ બટલરની કેપ્ટનશીપવાળી ઈંગ્લેન્ડની ટીમ 9માંથી 6 મેચ હારી ગઈ હતી અને સેમિફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. તેઓ પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનથી નીચે સાતમા ક્રમે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button