આપણું ગુજરાત

ધારીવાડા ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવતી લકઝરીમાંથી બિનવારસી હેરોઈનનો જથ્થો ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની ધારીવાડા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી લકઝરી બસમાંથી પાટણ પોલીસે બાતમીના આધારે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બિનવારસી હેરોઈન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

પાટણ જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન બાડમેરથી લકઝરી બસમાં કોઇ અજાણ્યો શખસ માદક પદાર્થ લઈને આવી રહ્યો છે તે દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ નીકળતા તેને ઊભી રખાવી તપાસ કરી હતી, જેથી આ બસમાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થ હેરોઈનનો ૧૬૦.૬૪૦ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૮, ૦૩, ૨૦૦નું હેરોઈન અને રૂપિયા ૨૦,૦૦,૦૦૦ની લકઝરી બસ મળી કુલ મુદ્દામાલ રૂ. ૨૮,૦૩,૨૦૦ જપ્ત કરી પોલીસે એનડીપીએસનો ગુનો અજાણ્યા શખસ સામે નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button