આપણું ગુજરાત

અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં કુલ ૨૧૪૫ આગની ઘટનાઓ નોંધાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ મનપા હસ્તકના ફાયર વિભાગ તરફથી શહેર હદ તથા હદ બહાર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨-૨૩ના એક વર્ષમાં કુલ ૨૧૪૫ આગ માટેના ફોન આવ્યા હતા. આ વર્ષ દરમિયાન વિભાગ તરફથી કુલ ૪૬૨૭ તથા ૩૪૦૧ પક્ષી રેસ્ક્યુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા.

ફાયર વિભાગને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન શહેર હદ વિસ્તારમાં ૨૦૫૪ તથા શહેર હદ બહારના વિસ્તારમાંથી ૯૧ એમ કુલ મળીને ૨૧૪૫ અંગારકોલ મળ્યા હતા. આ વર્ષ દરમિયાન શહેર હદ વિસ્તારમાંથી ૪૫૭૦ તથા શહેર હદ બહારના વિસ્તારમાંથી ૫૭ એમ કુલ મળીને ૪૬૨૭ બચાવકોલ ફાયર વિભાગ દ્વારા એટેન્ડ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં વિવિધ કારણથી ફસાઈ ગયેલા પક્ષીઓને બચાવવા અંગે ફાયર વિભાગને કુલમળીને ૩૪૦૧ તથા વર્ષ ૨૦૨૩-૨૪માં એપ્રિલ ૨૦૨૩થી ૨૭ ઓકટોબર-૨૦૨૩ સુધીના સમય દરમિયાન પક્ષી રેસ્કયૂ અંગેના કુલ ૧૧૧૪ કોલ મળ્યા હતા. ૧લી જાન્યુઆરી-૨૦૨૨થી ૮મી નવેમ્બર- ૨૦૨૩ સુધીના સમય દરમિયાન અમદાવાદ ફાયર વિભાગને ફેકટરી અંગેના કુલ ૪૧૫ કોલ મળ્યા હતા. આ પૈકી શહેર હદ વિસ્તારમાંથી ૩૩૧ તથા શહે૨ હદ બહારના વિસ્તારમાંથી ૮૪ કોલનો સમાવેશ
થાય છે.

વર્ષ-૨૦૨૨માં શહેર હદ વિસ્તારમાં ફેકટરી અંગારકોલ ૧૮૦ તથા શહેર હદ બહારના વિસ્તારમાંથી ૫૩ કોલ મળ્યા હતા. વર્ષ-૨૦૨૩માં ૭મી નવેમ્બર સુધીના સમયમાં શહે૨ હદ વિસ્તારમાં ફેકટરી અંગારકોલ ૧૫૧ તથા શહેર હદ બહારના વિસ્તારમાંથી ૩૧ કોલ મળ્યા હતા. આ સમય દરમિયાન મળેલા ફેકટરીના અંગારકોલમાં ૧૦ પુરુષ અને પાંચ સ્ત્રી દાઝી ગયા હતા. જ્યારે છ પુરુષને બચાવી લેવાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button