ઉત્સવ

દુનિયાના નક્શા પરદુબઈ ટૂરિઝમનો વધી રહેલો દબદબો…

મુંબઈ સમાચાર ટીમ
ગુજરાતી પ્રજાના ત્રણ મહત્ત્વના શોખ જેમાં પહેલો શોખ અને ટેલેન્ટ એટલે બિઝનેસ, બીજો શોખ એટલે ચટાકેદાર ભોજન અને ત્રીજો પણ મહત્ત્વનો શોખ એટલે રખડપટ્ટી… વેકેશન પર ઉપડી જવાનું… દર થોડાક સમયે વેકેશન પર ના જાય તો ગુજરાતી પ્રજાને ચેન ના પડે… એમાં પણ વાત જો વિદેશ ફરવા જવાની હોય તો દુબઈનું નામ સૌથી પહેલાં આવે. આ જ વર્ષે સતત બીજી વખત ટૂરિઝમની દ્રષ્ટિએ દુબઈને ટૂરિઝમની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ટૂરિઝમની દ્રષ્ટિએ દુનિયાના દસ સૌથી બેસ્ટ શહેરોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને આ યાદીમાં સતત આ વર્ષે દુબઈએ પહેલા નંબરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ લિસ્ટમાં ઈન્ડોનેશિયાનું બાલી, ત્રીજા સ્થાને લંડન, ચોથા સ્થાને રોમ અને પેરિસ પાંચમા નંબરે આવે છે.

દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો દુબઈ ફરવા આવે છે અને નવા આંકડા પરથી એવું જોવા મળે છે કે દુબઈ ફરવા આવનારા ભારતીયો પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનામાં દુબઈ ફરવા આવનારા ભારતીયોની સંખ્યા ૬.૧૨ લાખનો આંકડો વટાવી ચૂકી છે અને વાર્ષિક સરેરાશને ધ્યાનમાં લઈને જો અંદાજ લગાવવામાં આવે તો આ સંખ્યામાં ૬૨.૭૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ પ્રમાણ ૩.૭૬ લાખ જેટલું હતું. આ માહિતી દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક્સ એન્ટ ટૂરિઝમ (ઉઊઝ) દ્વારા આપવામાં આવી હતી.

૨૦૨૩ના પહેલાં ત્રણ મહિનામાં ૪૬.૭ લાખ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ્સે દુબઈની મુલાકાત લીધી હતી અને ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ પ્રમાણ ૩૯.૭ લાખ જેટલું હતું. આ બંનેની સરાસરી કાઢીએ તો દુબઈમાં ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ્સની સંખ્યામાં પણ ૧૭ ટકાનો વધારો જોવા મળ્યો છે.

જાન્યુઆરી, ૨૦૨૨થી જુન, ૨૦૨૨ સુધીના છ મહિનાના સમયગાળામાં દુબઈ ફરવા આવનારાઓ ભારતીય પર્યટકોનો આંકડો ૮.૫૮ લાખને પાર કરી ગયો છે અને ગયા વર્ષની સરખામણીએ આ આંકડો બમણો થઈ ગયો છે. દુબઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટૂરિઝમ (ઉઊઝ) દ્વારા આ આંકડાઓ આપવામાં આવ્યા હતા.

ઉઊઝ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર ૨૦૨૦માં કોરોના મહામારી બાદ ૨૦૨૧ના પહેલાં છ મહિનામાં ૪.૦૯ લાખ ભારતીયો દુબઈ પરિભ્રમણ કરવા માટે આવ્યા હતા. જાન્યુઆરીથી લઈને જૂન વચ્ચે ૭૧.૨ લાખ વિદેશી ટૂરિસ્ટ દુબઈ ફરવા આવ્યા હતા જે ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધુ હતા. ૨૦૨૧માં જાન્યુઆરીથી જુન વચ્ચે ૨૫.૩ લાખ જેટલા હતા.
પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ દુબઈની અર્થવ્યવસ્થાને વેગવાન અને સતત આગળ વધારવામાં નિમિત્ત બને છે. દુબઈ જનારા ભારતીયોની સંખ્યામાં જોવા મળતી વૃદ્ધિ દુબઈ અને ભારત વચ્ચેના ગાઢ થઈ રહેલાં સંબંધો તરફ ઈશારો કરી રહી છે તો ઈન્ટરનેશનલ ટૂરિસ્ટની સંખ્યામાં જોવા મળેલો ઉછાળો એ દુબઈ દુનિયાનું સૌથી વધુ જોવાતું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનીને પોતાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યની પ્રાપ્તિના પથ પર છે.

સતત પર્યટકોની સંખ્યામાં જોવા મળી રહેલાં વધારા અંગે દુબઈના ક્રાઉન પ્રિન્સ અને દુબઈ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે પણ રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ૨૦૨૩ના પહેલાં ત્રણ મહિનામાં હાંસિલ કરવામાં આવેલી આ ઉપલબ્ધિ એ તરફ ઈશારો કરી રહી છે કે દુનિયાના પ્રમુખ પર્યટન સ્થળોમાં દુબઈ ખૂબ જ ઝડપથી દુનિયાના નક્શા પર પોતાની એક આગવી છાપ ઊભી કરી રહ્યું છે. ટૂરિઝમ સેક્ટર દુબઈની અર્થવ્યવસ્થાનો એક મજબૂત સ્થંભ તો છે જ પણ એની સાથે સાથે દુબઈ દુનિયાની માર્કેટ પર, કલ્ચર પર અને રિજનમાં એક બ્રિજનું કામ કરે છે.

ઉઊઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દુનિયાના દરેક ભાગમાંથી દુબઈ આવનારા પર્યટકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સીઆઈએસ અને પૂર્વીયુરોપ, એમઈએનએ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આવનાર ઈન્ટરનેશનલ ટૂરિસ્ટની સંખ્યા ૨૦૧૯ના પહેલા ત્રિમાસિક આંકડાને પાર કરી ચૂકી છે, જ્યારે દક્ષિણ એશિયા અને પશ્ર્ચિમી યુરોપથી આવનારા ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સની સંખ્યા પ્રી-કોવિડ લેવલની નજીક પહોંચી ગઈ છે.

દુબઈ જ નહીં કોઈ પણ દેશ કે શહેર માટે ટૂરિઝમ એ અર્થવ્યવસ્થામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. દુબઈ પણ છલ્લાં કેટલાક વર્ષોમાં ફરનારાઓ ટૂરિસ્ટ્સની પહેલી પસંદગી બની ગયું છે, એ વાતમાં કોઈ શંકા જ નથી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button