જિસ ને હમ સે આશાઓં કા ઝરના છીન લિયા, આઓ ગિરા દેં મિલકર હમ પત્થર કી દીવાર
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી
રાત અંધેરી દૂર સવેરા ફિર ભી ઉડતા જાઉં,
મન કે પાગલ પંછી કો હૈ તેરે મિલન કી આસ.
*
કોઈ નહીં જો મુઝ સે બસ મુઝ સે હી પ્યાર કરે,
સબ હરજાઈ, સબ મતવાલે, સબ કો અપની પ્યાસ.
*
જબ સે તેરે હોટોં કી પંખડિયાં ચુપ-ચુપ હૈં,
મેરી ધડકન સુન લેતી હૈ બેઅવાઝ પુકાર.
*
કુછ મેરે ધડકતે હુવે દિલ ને ભી પુકારા,
કુછ આપ કો બાઝાર મેં ધોખા ભી હુવા હૈ.
- જાઝિબ કુરૈશી
જાઝિબ કુરૈશીનું મૂળ નામ મુહમ્મદ સાબિર હતું. ૬ ઑગસ્ટ, ૧૯૪૦ના રોજ કલકત્તામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા કલકત્તાના ગવર્મેન્ટ પ્રેસમાં સુપરવાઈઝર હતા. તેમને ગળાનું કેન્સર હોવાથી લખનૌ અને પટણામાં તેમને સારવાર અપાઈ હતી. પરંતુ તેઓ બચી શક્યા ન્હોતા. પિતાના અવસાન પછી જાઝિબે લખનૌમાં સ્થળાંતર કર્યું હતું. જાઝિબ અને તેમના ભાઈ બીબાં ઢાળવાના કામમાં જોડાઈ ગયા હતા. જૂના કારીગરોની તુલનામાં બંને ભાઈઓ સારું કમાવા લાગ્યા હતા. એક દિવસ જાઝિબના આત્માએ ઢંઢોળીને કહ્યું,: “આ જિંદગી તારી નથી. તું આગળ ભણ. તું કોઈ એવું કામ કર કે જે તારા ગયા પછી પણ લોકો તને યાદ કરે.
૧૯૫૦ની સાલમાં તેમનું કુટુંબ લાહોર જઈને વસી ગયું હતું. ૧૯૫૩માં તેમણે શાયરી લખવાનો આરંભ કર્યો હતો. આ શાયર દિવસમાં પ્રેસમાં કામ કરતા અને તેમની રાત્રિ ગઝલ સર્જનમાં પસાર થતી હતી. દરમિયાન આ શાયર શાકિર દેહલવી નામના એક બુઝુર્ગ શાયર પાસે તેમની ગઝલો સુધરાવતા હતા. જાઝિબે સાંજની શાળામાં ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. અનેક વિઘ્નો વચ્ચે છેવટે તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી લીધી હતી.
જાઝિબને રોજગારી માટે જાતજાતના કામ કરવા પડ્યા હતા. તેમણે જનરલ સ્ટોર ખોલ્યો હતો, ‘નકશ’ નામના ડાઈજેસ્ટમાં પટ્ટાવાળાની નોકરી કરી હતી, ‘પત્થર કે સનમ’ નામની ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. જેમાં તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ શાયરને અનેક ઠોકરો ખાધા બાદ ફરીથી એહસાસ થયો હતો કે તેમની જિંદગીનો હેતુ શાયરી રચવાનો છે. આથી ફરીથી તેઓ શાયરીની દુનિયામાં પાછા ફર્યા હતા.
‘પહચાન’, ‘શનાસાઈ’ અને ‘શીશે કા દરખ’માં તેમની ગઝલો તથા ‘શાઈરી ઔર તેહઝીબ’ અને ‘મૈંને યે જાના’માં તેમના લેખો ગ્રંથસ્થ થયેલ છે. તેમની શાયરીની સૃષ્ટિમાં હવે ડોકિયું કરીએ.
- વો આઈના હૈ ન વો અક્સ હૈ ન વો ચેહરા,
યે ક્યા હુવા મેરા કોઈ નિશાં નહીં મુઝ મેં.
ન દર્પણ છે, ન પ્રતિબિંબ છે, ન તો ચ્હેરો છે. મારામાં મારી જ ઓળખાણની કોઈ નિશાની રહી નથી એવું કેમ થયું? - કિસી કી આંખો ને મેરે અક્સ પહન રકખે હૈં,
ખુદ સે મિલના હો તો ઉસ શખ્સ કે ઘર જાતા હૂં.
કોની આંખોએ મારું પ્રતિબિંબ પ્હેરી રાખ્યું છે? મારી મારી જાતને મળવું હોય તો મારે તે વ્યક્તિના ઘેર જવું પડે છે! - કિસી ને મુઝ કો બહુત દૂર સે પુકારા હૈ,
વો આપ હી તો નહીં હૈ, ઝરા બતા દીજે.
કોઈએ મને ખૂબ દૂરથી બોલાવ્યો છે. મને જરાર એ તે કહો કે તે તમે તો નથી ને! - દીવાર આઈને કી હૈ, શીશે કા બામો-દર,
લેકિન ગુબાર ઉઠતા હૈ મેરે મકાન સે.
અરીસાની ભીંત છે અને કાચના બારી-બારણાં છે છતાં મારા મકાનમાંથી આ શેની ધૂળ ઊડી રહી છે! - વો અપને ઘર મેં ઉજાલા ન કર સકા ‘જાઝિબ’,
તમામ રાત જો સૂરજ કે ખ્વાબ દિખતા થા.
એ ‘જાઝિબ’! જે આખી રાત સૂરજનું સ્વપ્નું જોતો હતો તે માણસની કેવી મજબૂરી હશે? - શિકસ્તા અક્સ થા વો યા ગુબારે-સહરા થા,
વો મૈં નહીં થા જો ખુદ અપને ઘર મેં રહતા થા.
તે કોઈ ખંડિત પ્રતિબિંબ હતું અથવા તો રણની રજોટી હતી. હું ભલે મારા પોતાના ઘરમાં રહેતો હતો, પણ તે હું ન્હોતો. - મેરા ઘર બટ ગયા પરછાઈયોં મેં,
કોઈ સૂરજ ન ઉતરા આસમા સેં,
મારું ઘર તો પડછાયાઓમાં જ વ્હેંચાઈ ગયું. મારી મદદ કરવા માટે આકાશમાંથી કેમ સૂર્ય આવ્યો નહીં? - ન જાને કૌન સે મૌસમ મેં જી રહા થા મૈં,
કિ મેરી પ્યાસ થી મેરી ન મેરા દરિયા થા.
હું કંઈ ઋતુમાં જીવી રહ્યો હતો તેનું મને ભાન ન્હોતું. કેમ કે તે તરસ મારી ન્હોતી કે તે નદી પણ મારી ક્યાં હતી! - દુઆ માંગી થી કિસને બારિશોં કી,
કિ દરિયા આ મિલા મેરે મકાં સે.
વરસાદ માટે કોણે પ્રાર્થના કરી હતી? જુઓ તો ખરા કે નદી છેક મારા ઘર સુધી આવી ગઈ! - તેરી ખુશ્બૂ મેં જલના ચાહતા હૂં,
મૈં પત્થર હૂં પિઘલના ચાહતા હૂં.
તારી સુગંધમાં હું બળી જવા માગું છું અને હું પથ્થર છું માટે તો પીગળવા ઈચ્છું છું. - અગર સૂરજ નહીં હૂં મૈં તો ફિર ક્યૂં!
અંધેરોં સે નિકલના ચાહતા હૂં!
જો હું સૂર્ય નથી તો પછી શા માટે હું અંધકારમાંથી બહાર નીકળવા ઝંખુ છું? - ખયાલ-ઓ-ખ્વાબ કે સબ ઘર જલા કર,
બદન કી સમ્ત ચલના ચાહતા હૂં.
વિચારો અને સ્વપ્નોની દુનિયાને બાળીને હું શરીરની દિશામાં ચાલવા માગું છું. ચિંતનાત્મક કોટિનો આ શે’ર ભાવકોને અલગ દુનિયામાં વિહાર કરાવે છે. - ઝુલ્ફો-લબો-રૂખસાર કે આજર તો બહોત હૈ,
ટૂટે હુવે ખ્વાબોં કા મસીહા નહીં મિલતા.
વાળ, હોઠ અને કપાળના શિલ્પી તો ઘણા મળી આવે છે. પણ તૂટેલાં સ્વપ્નાંઓના કોઈ ઉદ્ધારક મળતા નથી. - તેરી શર્માહટ કી કલિયાં, મેરે પ્યાર કે બોલ,
સંગદિલોં કી બસ્તી મેં આ કર દોનો ઘબરાયે.
તારી લાજ-શરમની કળીઓ અને મારા પ્રેમના શબ્દો- આ પથ્થર-હૃદય ધરાવતી આબાદીમાં આવીને બંને ગભરાઈ ગયા. - તેરે ખયાલો-ખ્વાબ મેં ઇક ઉમ્ર કટ ગઈ,
જો રાસ્તે કઠિન થે વો આસાન હો ગયે.
તારા વિચારો અને સ્વપ્નામાં રહીને એક ઉંમર (વય) પસાર થઈ ગઈ. જે માર્ગો મુશ્કેલ હતા તે પણ સરળ થઈ ગયા.
*તેરે મેરે બીચ ખડી હૈ દુનિયા કી દીવાર,
કોઈ કબ તક આઈને કો પથ્થર સે ટકરાયે.
તારી અને મારી વચ્ચે દુનિયા નામની ભીંત ઊભી છે. આમ પણ કોઈ અરીસાને ક્યાં સુધી પથ્થર સાથે ટકરાવી શકે?
- શાઈર કે ખ્વાબ હોં કે મુસવ્વિર કે રંગ હોં,
તુઝ સે મિલે તો હુસ્ન કા ઇમકાન હો ગયે.
કવિનું સ્વપ્નું હોય કે ચિત્રકારના રંગ હોય. તારી પાસે આ બધું પ્હોંચે છે તે પછી સૌંદર્ય ફેલાઈ જતું હોય છે. - ચાહત કે રસ્તોં મેં મુઝ કો હાર મિલે કે જીત, એક જાની-પહચાની સૂરત મુઝે બુલાયે હૈ.
પ્રેમના રસ્તા પર મને વિજય મળે કે પરાજય મળે તેથી શો ફરક પડે છે! જુઓ તો ખરા કે એક પરિચિત ચ્હેરો મને બોલાવી રહ્યો છે. - ક્યૂં માંગ રહે હો કિસી બારિશર કી દુઆએં,
તુમ અપને શિકસ્તા દર-ઓ-દીવાર તો દેખો.
મારા ઘરની આવી ખરાબ સ્થિતિમાં તું શા માટે વરસાદ માટે દુઆ માંગી રહ્યો છે! તું તારા ઘરની ખંડિત ભીંત અને દરવાજા તરફ પ્રથમ નજર તો નાખ. - તેરી યાદોં કી ચમકતી હુઈ મશઅલ કે સિવા,
મેરી આંખો મેં કોઈ ઔર ઉજાલા હી નહીં.
તારી આંખોમાં તારી યાદોની ચમકતી મશાલ છે. મારી આંખોમાં તે સિવાય બીજો કોઈ ઉજાસ છે જ નહીં. - ધૂપ હૂં સાયા-એ-દીવાર સે ડર જાતા હૂં,
તુઝ સે મિલતા હૂં તો કુછ ઔર બિખર જાતા હૂં.
હું તડકો છું અને ભીંતના પડછાયાથી હું ડરી જાઉં છું. તને મળું છું ત્યારે હું વધારે વિખરાઈ જાઉં છું.