IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપના પાવરપ્લેમાં રોહિત શર્માનો પાવર, 203 બોલમાં બનાવ્યા આટલા રન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અત્યાર સુધી ODI વર્લ્ડ કપ 2023ની 8 લીગ મેચોમાં માત્ર એક જ સદી ફટકારવામાં સફળ રહ્યો છે, પરંતુ તેમણે મોટાભાગની મેચોમાં ટીમને સારી શરૂઆત આપવામાં સફળ રહ્યો છે જેને કારણે ભારતીય ટીમની સતત 8 જીત જીતી શકી છે.

આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રોહિત શર્માએ પાવરપ્લે દરમિયાન પોતાની જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી 1 થી 10 ઓવરની વચ્ચે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં પ્રથમ પાવરપ્લેમાં એટલે કે 1-10 ઓવરની વચ્ચે 203 બોલમાં 265 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 88.3 રહી છે જ્યારે સ્ટ્રાઇક રેટ 130.5 રહ્યો છે. તેણે પાવરપ્લે દરમિયાન 31 ફોર અને 16 સિક્સર પણ ફટકારી હતી. અત્યાર સુધી તે આ વર્લ્ડ કપમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

આ ઉપરાંત આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રોહિત શર્માની બેટિંગની વાત કરીએ તો તેણે 8 મેચમાં 55.25ની એવરેજથી 442 રન બનાવ્યા છે અને જેમાં તેણે એક સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે અત્યાર સુધી 8 મેચમાં 50 ફોર અને 22 સિક્સર ફટકારી છે.

રોહિત શર્મા વનડે વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે શ્રેષ્ઠ સાબિત થયો છે અને તેની વ્યૂહરચનાને કારણે ભારતીય ટીમ વિરોધી ટીમોને હંફાવવા સફળ રહી છે. રોહિત શર્મા બોલરોનો રણનીતિ પૂર્વક ઉપયોગ કરી રહ્યો છે અને ટીમનો દરેક ખેલાડી તેની કેપ્ટનશીપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button