આપણું ગુજરાત

ગુજરાતમાં દિવાળી અને લગ્નની સિઝન શરૂ: બજારોમાં ઊભરાય છે માનવમહેરામણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં દિવાળી અને લગ્નની સિઝન શરૂ થવાની સાથે જ શહેરના બજારોમાં ખરીદી કરવા માનવ મહેરામણ ઊભરાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે ત્યારે રાજ્યમાં લોકો છેલ્લી ઘડીએ શોપિંગ કરવામાં વ્યસ્ત હોવાનું અને રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, અમરેલી, મહેસાણા, મોડાસા, પાટણ સહિતના શહેરોમાં લોકો દિવાળી ઉજવવા નવાં કપડાંની ખરીદી કરવા ઉમટ્યા હોવાનું જણાવ્યું હતું. રાજ્યનાં બજારો રોશનીથી ઝગમગે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના અમદાવાદ, નવસારી, ખેડા. આણંદ, સુરત, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બનાસકાઠા જિલ્લા સહિતના શહેરોમાં લોકો કપડાં અને બુટની ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા. અમદાવાદ શહેરના લાલદરવાજા, લોગાર્ડન, સી.જી. રોડ, આશ્રમ રોડ, એસ.જી. હાઈવે, માણેક ચોક, નહેરૂનગર પાથરણા બજારમાં સવારથી જ આ વિસ્તારોમાં ભીડ જામતી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ગુંદાવાડી વિસ્તાર અને ધર્મેન્દ્ર રોડ પર પગ મૂકવાની જગ્યા નથી એવું અમારા સાધનોએ જણાવ્યું હતું. રસ્તાઓ પર તોરણ, કોડિયા, કપડાં અને ઘરનો શણગાર લઈને રોડ પર વેચતા નાના વેપારીઓ જોવા મળતા હતા. અમદાવાદના સીજી રોડ, લાલદરવાજા અને રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર લોકો સૌથી વધુ કપડાંની ખરીદી કરે છે. કારણ કે, અહીંયા લોકોને ખૂબ જ સસ્તા ભાવમાં સારાં કપડાં મળી રહે છે. એક તરફ દિવાળીના તહેવારની લોકો ખરીદી કરી રહ્યાં છે અને બીજી તરફ ઘણા લોકો લગ્નની સિઝન શરૂ થવાની સાથે લગ્નસરાની ખરીદી કરતા પણ જોવા મળી રહ્યાં હતા. બંગડી બજારમાં મહિલાઓ અલગ અલગ વેરાયટીની બંગડીઓ ખરીદી રહી હતી. આમ તહેવારો નજીક આવતા રાજ્યના બજારોમાં ભીડ જામી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત