સ્પોર્ટસ

ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી

નવી દિલ્હી: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય મહિલા હોકી ટીમ વિશ્ર્વ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી હતી. ભારત હવે ૨૩૬૮.૮૩ રેટિંગ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. એશિયન ગેમ્સ પહેલા ભારતીય મહિલા ટીમ આઠમા ક્રમે હતી. ભારતે હોંગઝોઉમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને રાંચીમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં અપરાજિત રહીને ટાઇટલ જીત્યું હતું. ગયા વર્ષે પણ ભારતીય ટીમ એફઆઇએચ પ્રો લીગ દરમિયાન રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી હતી.

રેન્કિંગમાં નેધરલેન્ડ્સ ટોચ પર છે જ્યારે ઑસ્ટ્રેલિયા બીજા અને આર્જેન્ટિના ત્રીજા સ્થાને છે. બેલ્જિયમ ચોથા અને જર્મની પાંચમા ક્રમે છે. ભારતીય ટીમ ૧૩થી ૧૯ જાન્યુઆરી દરમિયાન રાંચીમાં એફઆઇએચ હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર રમશે. જેમાં ભારત જર્મની, ન્યૂઝીલેન્ડ, જાપાન, ચિલી, અમેરિકા, ઈટાલી અને ચેક રિપબ્લિક સાથે થશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button