નેશનલ

બંગાળની ખાડીમાં આવ્યો ભૂકંપ

કોલકાતા: મંગળવારે એટલે કે ૭ ઓક્ટોબરના રોજ સવારે બંગાળની ખાડીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે ૫.૩૨ના સુમારે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપનું સ્થાન બંગાળની ખાડીમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે ભૂકંપનું કેન્દ્ર આંદામાન નિકોબાર ટાપુઓથી દૂર છે. આ ભૂકંપ ખાડીમાં આવ્યો હોવાના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ગઇકાલે ૬ નવેમ્બરના રોજ દિલ્હી-સહિત ઉત્તર ભારતમાં યુપી, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા જેવાં રાજ્યોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. છેલ્લા ઘણા સમયથી ઉત્તર ભારતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સોમવારે ભૂકંપનો આંચકો અનુભવાયો તે અગાઉ શુક્રવારે રાત્રે પણ લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ વખતે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઇ મોટું નુકસાન કે જાનહાનિ થઇ નહોતી.

ઉલ્લેખનીય છે કે નેપાળના પશ્ર્ચિમ ભાગમાં જાજરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ઘણી જાનહાનિ થઇ તેમજ ઘણા મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું. નેપાળમાં આવેલા ભૂકંપ બાદ ઉત્તર ભારતમાં પણ આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે શુક્રવારે નેપાળમાં આવેલા ભકંપમાં ૧૫૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી- સુધી પણ અનુભવાયા હતા. લોકો ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.

નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર જાજરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક સમય અનુસાર સાંજે ૪.૩૧ કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર રાજધાની કાઠમંડુમાં પણ અનુભવાઈ હતી. તેમજ નવ મિનિટ પછી નેપાળના આ જ વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ