રાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાહુ-કેતુનું ગોચરઃ મે, 2025 સુધી આ રાશિના જાતકોના બલ્લે બલ્લે…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી દરેક ગ્રહ અમુક ચોક્કસ નિર્ધારિત સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને એને કારણે વિવિધ શુભ-અશુભ યોગનું નિર્માણ થતું હોય છે અને આવા જ એક ગોચર વિશે આપણે આજે અહીં વાત કરીશું આ ગ્રહ છે રાહુ અને કેતુ. રાહુ-કેતુને જ્યોતિષ શાસ્ત્રમાં પ્રપંચી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને અન્ય ગ્રહોની જેમ જ રાહુ અને કેતુ પણ અમુક સમય બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. અહીંયા તમને જણાવી દઈએ કે રાહુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યારે કેતુએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. રાહુ અને કેતુ બંને 18મી મે, 2025 સુધી પોતપોતાની રાશિમાં જ બિરાજમાન રહેશે. જેને કારણે બે વર્ષ સુધી ચાર રાશિને કારણે મોજા હી મોજા જ રહેશે. આવો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ કે જેને આ પ્રપંચી ગ્રહોના ગોચરથી ફાયદો થવા જઈ રહ્યો છે.

મીન રાશિમાં રાહુનો પ્રવેશ વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થવા જઈ રહ્યો છે. વેપાર સાથે સંકળાયેલા લોકો માટે રાહુનો મીન રાશિમાં પ્રવેશ આર્થિક લાભનો સંકેત તરફ ઈશારો કરી રહી છે. વેપાર કરતા લોકો માટે રાહુનો મીન રાશિમાં પ્રવેશ આર્થિક લાભનો સંકેત છે. સાથે જ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળતી જણાઈ રહી છે.

મિથુન રાશિના લોકો માટે આ ગોચરને કારણે કામના સ્થળે નોકરીમાં પ્રમોશન મળવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભ થતો જણાઈ રહ્યો છે.

તુલા રાશિના પરિણીત જાતકોના જીવનમાં આવતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ હવે દૂર થતી જણાઈ રહી છે. આ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. વેપારમાં લાભ થવાનો છે. મીડિયા અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને તેમના ક્ષેત્રમાં લાભ મળશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુ-કેતુના ગોચરને કારણે સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. નોકરી કરતાં લોકોને પદોન્નતિ અને પગાર વધારો મળે એવી પૂરેપૂરી શક્યતા છે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જોવા મળશે. વેપારમાં પણ અપરંપાર ફાયદો થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button