આપણું ગુજરાત

ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો: સુરત અને ગાંધીનગરથી પકડાયા નકલી સાહેબો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં બનાવટી ધી, માખણ, પનીર, તેલ, માવો , આખે આખી સરકારી કચેરી જ નકલી હોય ત્યાં નકલી સરકારી અધિકારીઓ તો ખુલ્લેઆમ ફરતા હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. આ નકલી અધિકારીઓ મહાઠગ બનીને લોકોને છેતરી રહ્યા છે. રાજ્યમાં ૨૪ કલાકના ગાળામાં જ બે નકલી અધિકારીઓ પકડાયા હતા. ગાંધીનગરમાંથી નકલી એફસીઆઈનો ડાયરેક્ટર પકડાયો હતો. તો સુરતમાં ડુપ્લિકેટ આઈપીએસ અધિકારી પકડાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાંથી નકલી એફસીઆઈનો ડાયરેક્ટર પકડાયો હતો. એફસીઆઈ ડાયરેક્ટરની ઓળખ આપતા જમાદાર પુણ્યદેવ રાયની ધરપકડ કરાઈ હતી. પુણ્યદેવ રાય ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીનું વિઝિટિંગ કાર્ડ બતાવી રોફ જમાવતો હતો. પોલીસ ભવનમાં સિનિયર આઈપીએસ અધિકારીને વિઝિટિંગ કાર્ડ આપી કાર્યક્રમનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો, પરંતુ આઈપીએસ અધિકારીને શંકા જતા તેણે તપાસ કરાવી હતી, જેથી આ નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે જમાદાર પુણ્યદેવ રાય સામે ખોટા રાજ્ય સેવકનો ઢોંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. દરમિયાન સુરત શહેરના ઉધના વિસ્તારના પોલીસે ડુપ્લિકેટ આઇપીએસ અધિકારી ઝડપી પાડ્યો હતો. સંચા ખાતામાં કામ કરતો શખ્સ આઇપીએસની વર્દી પહેરી ફરતો હતો. જે અંગેની જાણ સુરત પોલીસને થતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. જે ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો. એટલું જ નહિ, તેની પાસેથી વોકી ટોકી સહિતના સાધનો કબ્જે કરાયા હતા. પોલીસે તેની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ કે, આરોપી મોહમ્મદ શર્માઝ મૂળ બિહારનો વતની છે અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહે છે.

રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં મન ફાવે તેમ લોકો અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. કિરણ પટેલથી શરૂ થયેલો સિલસિલો હજી અટક્યો નથી. તાજેતરમાં જ ગુજરાતમાંથી આખેઆખી નકલી સરકારી કચેરી જ ઝડપાઈ હતી. જે તંત્રની કામગીરી પર મોટા સવાલો પેદા કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો