આપણું ગુજરાત
ગુજરાતમાં ૪૫૦૦ તલાટી, જુનિયર ક્લાર્ક, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરોને નિમણૂકપત્ર અપાયા
અમદાવાદ: ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો હતો. ગાંધીનગરમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કને નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના ૩૦૧૪ તલાટી કમ મંત્રીને અને ૯૯૮ જૂનિયર ક્લાર્કને નિમણુક પત્ર અપાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. તલાટી, જુનિયર ક્લાર્ક ઇંગલિશ સ્ટેનોગ્રાફર સહિત આશરે ૪૫૦૦ ઉમેદવારને નિમણુક પત્ર અપાયા હતા. સાથે જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્ર લેનાર ઉમેદવારો માટે પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશ વાંચીને સંભળાવ્યો હતો. મુખ્ય પ્રધાને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના વખાણ કર્યા હતા.