રાજ્ય સરકારને વીજશુલ્કમાંથી ત્રણ વર્ષમાં ₹ ૨૨ હજાર કરોડથી વધુની આવક થઈ
અમદાવાદ: ગુજરાત સરકારને ઉદ્યોગો અને ઘરવપરાશ થકી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ દરમિયાન વીજશુલ્ક પેટે રૂ. ૨૨૪૫૨ કરોડની આવક થઇ છે. આ સમયગાળા દરમિયાન ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે સરકારને ૪૦૮૦ કરોડની આવક થઇ હતી જ્યારે તેનાથી સાડા ચાર ગણી આવક રૂ. ૧૮૩૭૧ કરોડ ઉદ્યોગો થકી સરકારને થઇ છે. સુરતમાંથી સૌથી વધુ ૪૯૩૫ કરોડ અને સૌથી ઓછા ડાંગમાંથી રૂ. ત્રણ કરોડ વીજશુલ્ક પેટે સરકારી તિજોરીમાં જમા થયા હતાં.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ દરમિયાન આ ત્રણ વર્ષ દરમિયાન સરકારને વીજશુલ્કથી થતી આવકમાં ૪૨ ટકાનો વધારો થયો છે. ત્રણ વર્ષ દરમિયાન કુલ ૨૨ હજાર કરોડ વીજ શુલ્ક આવકમાંથી ૮૨ ટકા એટલે કે ૧૮ હજાર કરોડથી વધુ આવક ઉદ્યોગો થકી સરકારને થઇ હતી. જ્યારે ઘરવપરાશ થકી રૂ. ચાર હજાર કરોડથી વધુ સરકારી તિજોરીમાં ગયા હતા. ઉદ્યોગોમાંથી વીજ શુલ્ક આવકમાં ૨૦૨૨-૨૩માં ૪૮ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે આ ત્રણ વર્ષમાં ઘરવપરાશથી થતી આવકમાં ૧૮ ટકાનો ઉછાળો આવ્યો હતો. સામાજિક -આર્થિક સમીક્ષા મુજબ, રાજ્યમાં સૌથી વધુ ૫૭.૯૧ ટકા વીજ વપરાશ ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ ક્ષેત્રે થાય છે. કૃષિ ક્ષેત્રે ૨૦.૫૫ ટકા, જ્યારે ૧૭.૩૭ ટકા વીજળી ઘરગથ્થુ વપરાશમાં ખર્ચાય છે. જાહેર લાઇટો અને વોટર વર્ક્સ માટે ૨.૭૦ ટકા અને અન્ય કામોમાં ૧.૪૭ ટકા વીજવપરાશ થાય છે. કુલ વીજઉત્પાદનમાં રાજ્ય વીજ કોર્પોરેશન-જીઇબી મળી ૨૦૫૪૫ મિલિયન યુનિટ્સ ઉત્પન્ન કરે છે, જે કુલ ઉત્પાદનના ૧૭ ટકા છે. રાજ્યની માલિકીના સ્વતંત્ર વીજ ઉત્પાદકો ૫૯૭૬ મિલિયન યુનિટ્સ (૪.૯ ટકા), જ્યારે ખાનગી વીજ ઉત્પાદકો ૬૨૦૧૮ મિલિયન યુનિટ્સ (૫૧ ટકા ) વીજળી પેદા કરે છે. ઉ