તરોતાઝા

વિટામિન-બીની અગત્યતા

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્ત્વોની મૂળભૂત ભૂમિકા હોય છે. આ જરૂરી તત્ત્વોનું નામ જ ‘વિટામિન’ છે તત્ત્વોનો સમૂહ જે શરીરની કોશિકાઓના કાર્ય, વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. શરીરનું કાર્ય સુગમ રીતે ચલાવવાવાળા તેર પ્રકારના વિટામિન છે. ઉચ્ચ ગુણવત્તાના ખાદ્ય-પદાર્થ દ્વારા શરીરને જરૂરી વિટામિન મળી રહે છે પ્રાકૃતિક ભોજન દ્વારા જ વિટામિનનું સંતુલન જાળવાઈ રહે છે. આ પ્રાકૃતિક ખાદ્ય-પદાર્થો શરીરમાં જતા વિટામિન બનાવામાં અવરોધ થાય છે અને જળવાયેલા વિટામિનમાં ઘસારો કે ઓછા થઈ જાય છે અને અલગ અલગ બીમારીઓ પેદા થાય છે. વિટામિનની કમીના કારણે કુપોષણનું કારણ પણ બની શકે. વધારે પડતા બહારના રસાયણ યુક્ત ખાદ્ય-પદાર્થને કારણે શરીરમાં પોષકતત્ત્વો કે વિટામિનસનું અવશોષિત અટકી જાય છે ને વિટામિનની કમીનું કારણ બને છે. વિટામિનની કમીનું કારણ જ જીવનશૈલીનું અસ્તવ્યસ્ત થવું. પછી ભલે લોકો બહાના કરે કે પર્યાવરણ ખરાબ છે જીવનશૈલીમાં સુધાર અને પ્રાકૃતિક ભોજન જ બીમારી કે વિટામિનની કમી તે દૂર કરે છે.

શરૂઆતમાં વિટામિનની કમીનો ખ્યાલ આવતો નથી પણ સમય જતાં શારીરિક અને માનસિક બંને રૂપે લક્ષણ જણાય છે.

વિટામિન બી-૧ (થાયમીન)- તેમજ હજુ એક નામ ઈન્યુરિન હાયડ્રોક્લોરાઈડ આની રોજની જરૂરિયાત ૧.૫ મી.ગ્રામ છે આની કમીથી અનેક વિકાર નિર્માણ થાય છે.
૧) ભૂખ ન લાગવી તેથી નબળાઈ, અપચો અને થાક. ૨) હૃદયના સ્નાયુઓ પર માઠી અસર જેથી હૃદય પહોળું થવા માંડે. ટેકીકાર્ડિયા-હૃદયના ધબકારનો તાલ બદ્ધતામાં ફેરફાર થાય. ૩) માથાનો દુ:ખાવો, અનિદ્રા. ૪) પેરાલિસિસ (લકવો), મૂત્રપિંડ પર માઠી અસર. ૫) સ્નાયુતંત્રમાં ખામી.

આ વિટામિન ઉષ્ણતામાનના કારણે નષ્ટ થાય તેથી વિવિધ અંગોમાં સોજા આવે. ખાદ્ય-પદાર્થમાં ડામરના વપરાશથી બનતી વસ્તુઓ), ફોર્માડીહાઈડ જે સાકર, ટૂથપેસ્ટ, નેઈલ પોલીશ, લિપસ્ટિકના વપરાશને કારણે થાય છે. આની કમી દૂર કરવા યીસ્ટનો ઉપયોગ કરવો. ઘઉંના જુવારા, નાસપતી, વટાણા, મગફળી, કાજુમાં સારા પ્રમાણમાં મળી રહે છે. પેટ ઉપર ઠંડા પાણીનો નેપકીન રાખવો જેથી ઉષ્ણાતામાનનું નિયમન રહે સોડાવાળું ફરસાણ ન વાપરવું.

વિટામિન બી-૨ (રાયબોફલેવીન, વિટામિન-જી)આની જરૂરિયાત ૧.૮ મી.ગ્રામ જેટલી છે.
આની ઊણપથી
૧) ચામડી લાલ-શુષ્ક બની જાય, ચામડીના રોગો.
૨) પાચન વિકાર, ઉબકા-ઊલટી, સ્નાયુનો દુ:ખાવો.
૩) આંખની કીકી લાલ થાય, આંખમાં સોજા, બળતરા, ફોટોફોબિયા થાય.
૪) ઘા રુઝાવવામાં વાર લાગે.
૫) માથાની ચામડી ખરાબ થાય.
૬) એરિબો ફલેવો નિસીસ- હોઠાના છેડા ફાટી જાય, નાકની ત્વચા ફાટી જાય.
ગાજરના પાનની ચટણી, ગાજર, થુલાની ભાખરી, બદામ, લાલ ચોખા, ફણગાવેલા ધાન્યનો વપરાશ કરવો જોઈએ.

આ વિટામિન કમી વધુ એલોપેથીની દવાના સેવનથી થાય છે.
વિટામિન બી-૩ (નિકોટિનીક અમ્લ, નિકોટિમામાઈડ, નિએસીન)
આની જરૂરિયાત ૨૦ ગ્રામ જેટલી છે.
આની કમીથી
૧) પેલાગ્રા નામનો રોગ થાય જેમાં જીભ કાળી થવા લાગે, મોઢામાં સોજા આવે.
૨) પાચનતંત્રની તકલીફ, હોજરી દીવાલમાં સોજા આવે.
૩) વજનમાં ઘટાડો, ચીડચીડાપણું, સ્નાયુ દુર્બળ થાય.
૪) કોષો મૃત થાય.

મકાઈનું સૂપ, મગફળીનું દૂધ, ફણગાવેલા ઘઉંનું દૂધ, બટેટા, જુવાર, બાજરાની રોટલી લેવી, ફણગાવેલા વટાણા, થુલાની રોટલી લઈ શકાય.
વિટામિન બી-૫ (પેટાથેનિક અમ્લ)
રોજિદી જરૂરિયાત ૧૯ ગ્રામ જેટલી છે.
આ ઊણપ નિર્માણ થતા ઘણી વ્યાધિઓ આવે છે.
૧) શરીરની વૃદ્ધિ અટકી જાય.
૨) વાળ સફેદ થવા લાગે.
૩) ફેટી લીવરની સમસ્યા.
૪) ત્વચાના રોગ.
આ વિટામિનની કમી વનસ્પતિ ઘીમાંથી બનતી વસ્તુઓ આઈસક્રીમ, બિસ્કીટ, બ્રેડ ખારી, કેક, સેન્ડવીચ સ્પ્રેડ, નાનખટાઈના કારણે થાય. શેમ્યૂ એન્ટિડેન્ડ્રફ શેમ્પૂને કારણે વાળનું વિટામિન ખરાબ થાય.

સફરજન, ફણસ, શલગમ, બ્રોકલી, કેળા, ગાજરના પાન સૂરજમુખી બી, કમળદાંડી ખજૂર, સ્ટ્રોબરી, સંતરા, પાલક, દ્રાક્ષ કેમિકલવાળા શેમ્પૂના વાપરવા. તેમજ સાબુ ન વાપરવા સાબુમાં પ્રોપીલીન-ગ્લાયકોલ ઓલ્ડિનેટને કારણે ચામડીમાં બળતરા થાય ને વિટામિન બી-૫ પર અસર પડે.

વિટામિન બી-૬ (પેરિડોકમ્ડલ, પેરીડોકમ્ડોમાઈન, પેરીડોકમ્ડાઈન)
રોજિંદી જરૂરિયાત ૨થી ૩ મિલીગ્રામ જેટલી આની ઊણપથી.
૧) વાઈ કે મિરગીના ઝટકા આવે.
૨) સ્નાયુઓમાં નબળાઈ, ચામડીના રોગો.
૩) આંતરડા વિવિધ તકલીફ.
૪) વૃદ્ધિ રુંધાય, ઊલટી-ઉબકા આવે.
૫) રોગ પ્રતિકાર શક્તિ હણાય.
૬) હેમો સાઈરોસીસ નામક રોગ જેથી યકૃતના કોષો નષ્ટ થાય. હાડકાંમાં તકલીફ.
જ્યારે ટીબીની બીમારીઓની દવા આઈસો-નિકોટિનીક જેવી દવાથી તેમજ વનસ્પતિ ઘી વાળી વસ્તુઓ આરોગવાથી આની ઊણપ થાય છે. સેનટરી નેપકીન્સ, સેનટરી ડાયપરથી આની ઊણપ થાય છે. મોડર્ન વસ્તુઓ ન વાપરવી સાદા કોટન કપડા વાપરવા.
કોબી, કેળા, ગાજર, મોલાસીસ, બીટ, પાલક, કોબીફલાવર, સંતરા, ટમેટા, મશરૂમ, સલગમ, બકરીનું દૂધ, ઊંટડીનું દૂધ, દૂધથી બનતી વાનગી.

વિટામિન બી-૯ (ફોલિક અમ્લ, ફોલેસીન, ટેરોલ, ગ્લુટામિક અમ્લ) ઘણા નામથી ઓળખાય છે. રોજિંદા જરૂરિયાત ૨૦૦ માયક્રોગ્રામ જેટલી છે.

૧) ભૂખ ન લાગવી, રોગ પ્રતિકાર શક્તિ ક્ષીણ થવી. એલોપેથીક દવાઓને કારણે થાય છે. સંધિવાતની મેથાટેક્ઝેટ અને મલેરિયાની દવા વાઈની ફેનિટોઈડ સોડિયમની દવાને કારણે થાય છે.

મૂળા, લીલાકાચા ટમેટા, નારિયેળનું દૂધ, તાંદળજો, અરવી, વટાણા, મીઠાના લીમડા પાનની ચટણી, થુલુ, ભીંડા, યીસ્ટ, બદામ, સંતરા, લીલા પાંદડાવાળી વનસ્પતિઓ લઈ શકાય.

વિટામિન-બી-૧૨ (સાયનોકોબાલેમાઈન, કેબાલેમાઈન) રોજની જરૂરિયાત ૬ મિલીગ્રામ આની ઊણપથી.
૧) જ્ઞાનતંતુ પરનું માયલીન શીથનું પડ ઊખડી જવું તેથી સખત બળતરા થાય.
૨) પ્રજનનમાં ખામી.
૩) યકૃત મંદ થવું, ચામડી ઉપસી જવી.
૪) ચયાપચયમાં ખામી.
૫) હાથ-પગમાં ઝણઝણાટી થવી.

ગાયના તાજા દૂધથી આ ઊણપ દૂર થાય.શક્કરટેટી-શક્કરટેટીના બી, ચિભડા, લસણ, લસણના પાન, કાકડી, મશરૂમ, સફરજન, કેળા, પ્લમ, પાઈનેપલ, સંતરા.
વિટામિન બી રોજબરોજનાં ખોરાકમાં
જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button