આપણું ગુજરાત

રાજ્યમાં ફટાકડાના ભાવ વધ્યાં: દિવાળી બજારોમાં ભીડ જામી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ હજુ સુધી ફટાકડા બજારમાં જોઇએ તોવી ઘરાકી નીકળી નથી. સામાન્ય રીતે દિવાળીના અઠવાડિયા પહેલેથી જ અમદાવાદ સહિતના શહેરોમાં ફટાકડાના સ્ટોલ ધમધમતાં હોય છે અને લોકો પણ ફટાડકાની વહેલી ખરીદી કરીને ધનતેરસથી જ ફટાકડાં ફોડવાનું શરૂ કરતાં હોય છે, પરંતુ આ વર્ષે ફટાકડાંનાં ભાવમાં અંદાજે ૧૦ ટકાનો વધારો થયો હોવાથી તેની અસર જોવા મળતી હોવાનું પણ કહેવાય છે. જોકે આજે રવિવારની રજા હોવાથી દિવાળીની ખરીદી શરૂ થઇ ચૂકી છે. બજારોમાં લોકોની ભીડ જામવાની શરૂ થઇ ગઇ છે.

અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં દર વર્ષનની જેમ અલાયદા ફટાકડાં બજાર શરૂ થઇ ચૂક્યાં છે, પરંતુ હજુ સુધી સૂમસામ દેખાઇ રહ્યાં છે. જોકે આજે રવિવારે રજાનો દિવસ હોવાથી લોકોની ભીડ બજારોમાં વધી છે, રવિવારની રજાને કારણે ફટકડા ઉપરાંત દિવાળીની અન્ય ખરીદી માટે લોકો બજારમાં ઉમટી પડ્યાં હતા. બીજી બાજુ રવિવાર પછીના દિવસોમાં ફટકડાની ખરીદી વધવાની શક્યતાને પગલે હોલસેલમાં મોટાપાયે ઘરાકી નીકળી છે. જ્યારે રીટેઇલમાં હજુ ધરાકી નીકળી નથી. દારૂખાનાનો ભાવ વધતા આ વર્ષે ફટાકડામાં આઠથી દસ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં ૨૦૦થી વધુ વેપારીઓએ દારૂખાનાના વેચાણનું લાઇસન્સ મેળવીને ફટાકડાનો ધંધો ચાલુ કર્યો છે. શહેરના માણેકચોક, પાનકોર નાકાથી ગાંધીરોડ, દિલ્હી ચકલા, નારણપુરા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર તારામંડળ, સાપોલિયા, ચકરડી, ટીકડીઓનું વેચાણના પથારાં શરૂ થઇ ચૂક્યાં છે.

બજારમાં બે હજાર જેટલાં અલગ અલગ પ્રકારના ફટાકડાની આઇટમો આકાશી ફ્ટાકડા ૪૫૦થી વધુ અને જમીની ફ્ટાકડા ૨૫૦થી વધુ છે. અંદાજે ૨,૦૦૦થી વધુ અલગ અલગ પ્રકારના ફ્ટાકડા માર્કેટમાં મળી રહ્યા છે. નાના બાળકોને ફૂલઝર, ફૂવારા, જમીન ચકરી વધુ પસંદ હોય છે. ફુવારાના રૂ. ૪૦-૩૫૦, જમીન ચકરી રૂ. ૪૦-૪૫૦ ઉપલબ્ધ છે. યુવાનો સૌથી વધુ આકાશી ફટાકડા ખરીદવાનું પસંદ કરે છે. જેમાં પચ્ચીસથી એક હજાર શોટ્સના ફ્ટાકડા ઉપલબ્ધ છે. જે જમીન પરથી સીધા આકાશમાં જઇ ફૂટે છે અને આકાશને રંગીન બનાવી દે છે.

રીટેઇલ માર્કેટમાં છેલ્લા સમયે ફટાકડામાં ધરાકી નીકળશે એવી વેપારીઓની ગણતરી છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વખતે ફટાકડાની ખરીદીમાં ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં રૂ.૧૦થી લઈ રૂ.૧૫,૦૦૦ સુધીના ફ્ટાકડા ઉપલબ્ધ છે. સૌથી વધુ નાનાં બાળકોના જમીની ફ્ટાકડા અને યુવાનો માટે આકાશી ફ્ટાકડા શોટ્સનો ક્રેઝ વધુ છે. બાળકોની ફુલઝરમાં સ્પાર્કલ, પીકોક, જમ્પર જેવા ફ્ટાકડાની માગ વધુ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…