આમચી મુંબઈમહારાષ્ટ્ર

હવે એમએમઆરડીએએ સરકાર પાસે માગ્યા આટલા કરોડ, જાણો શું છે મામલો?

મુંબઈઃ મુંબઈમાં મેટ્રોનું કામકાજ ઝડપથી પાર પાડવા માટે પ્રશાસન કમર કસી રહી છે ત્યારે વધુ ઝડપથી કામકાજ કરવા માટે સંબંધિત એજન્સીએ સરકાર પાસેથી ભંડોળ પ્રાપ્તિ માટે આહવાન કર્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા વિકસાવવામાં આવતા મુંબઈ રિજનમાં મેટ્રોના વિવિધ પ્રોજેકટ માટે 75,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, ત્યારે આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ માટેના ભંડોળ (ફંડિંગ) માટે એમએમઆરડીએ પાલિકા અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે.

આ ફંડિંગ માટે કેન્દ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા પાસેથી 10-10 ટકા એટ્લે કે કુલ રૂ. 7500 કરોડની ફંડિંગ ઉપલબ્ધ કરી દેવા અંગે ટૂંક સમયમાં કેન્દ્ર અને પાલિકાને પત્ર લખી જાણ કરવામાં આવશે.

એમએમઆરડીએ દ્વારા મુંબઈ અને ઉપનગરોમાં 337 કિમીની મેટ્રો લાઇન વિકસાવવામાં આવી રહી છે. આ કામ માટે ભંડોળ જમા કરવા માટે કુલ ખર્ચના 10 ટકા પણ કેન્દ્ર સરકાર તરફથી એમએમઆરડીએને ઉપલબ્ધ કરાવ્યું નથી.

દેશમાં ચાલતા દરેક મેટ્રો પ્રોજેક્ટ માટે કેન્દ્ર દ્વારા 10 ટકા ફંડિંગ પૂરું પાડવામાં આવે છે. મૂંબઈમાં મેટ્રો-થ્રીના કામકાજ માટે મહારાષ્ટ્ર સરકારે 2017માં આ ફંડિંગ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પણ આ વિશે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી. એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યુ કે આ વિશે જાણ થયા બાદ સામે આવ્યું કે રાજ્ય સરકારે 2017માં 10 ટકા ફન્ડિંગ પૂરું પાડવાનું અનુસરણ કરવામાં આવ્યું હતું.

એમએમઆરડીએએ 2018માં કેન્દ્ર સરકાર પાસેથી મેટ્રો 2 અને મેટ્રો 7 માટે 10 ટકા ભંડોળની માંગણી કરી હતી. તેના મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 811 કરોડની ફંડિંગ મેટ્રોના કામ માટે મંજૂર કરવામાં આવ્યું હતું. આ જારી કરાયેલી ફંડિંગ ઉપલબ્ધ કરાવવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. અને હવે મેટ્રો 3 ના કામ માટે ફંડિંગ પૂરું પાડવા કેન્દ્ર સરકારને એમએમઆરડીએ દ્વારા પત્ર લખવામાં આવશે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મુંબઈમાં મેટ્રો 3 ના પ્રોજેક્ટ માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું કોઈ ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. જ્યારે નાગપુર, પુણેમાં મેટ્રો માટે ત્યાંની મહાપાલિકા તરફથી ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું છે. આ 10 ટકા ફન્ડિંગ પૂરું પાડવા માટે ટૂંક સમયમાં મુંબઈ મહાનગરપાલિકાને પણ પત્ર લખી માંગણી કરવામાં આવશે.

હાલના તબક્કે મેટ્રો-થ્રીના રુટ પર કુલ 9 ટ્રેન દોડાવવામાં આવશે, જેમાંથી છેલ્લી અને નવમી ટ્રેન શુક્રવારે આંધ્રાપ્રદેશથી મુંબઈમાં દાખલ થઈ હતી. મેટ્રો 3 માટે આરે-બીકેસી વચ્ચે ટૂંક સમયમાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button