મનોરંજનસ્પોર્ટસ

સેન્ચ્યુરી નહીં વિરાટ કોહલીના આ રેકોર્ડ પર ફિદા છે અનુષ્કા, પોસ્ટ કરી આપી Shocking Info…

આજે ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેનો 35મો જન્મદિવસ ઊજવી રહ્યો છે અને આજે કોલકતામાં રમાઈ રહેલી મેચ દરમિયાન રહેલી સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન બધાની નજર બર્થડે બોય કોહલી પર જ ટકેલી છે, કારણ કે તે આ મેચમાં ખાસ રેકોર્ડ બનાવવાની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. પરંતુ વાત અનુષ્કા શર્માની કરીએ તો તેને વિરાટની સેન્ચ્યુરી નહીં પણ એક ખાસ રેકોર્ડ ખૂબ જ પસંદ છે અને આ વિશે આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુદ અનુષ્કાએ માહિતી આપી હતી.

અનુષ્કા શર્માએ તેના પતિ અને ભારતીય ક્રિકેટ આઇકોન વિરાટ કોહલીને બર્થડે વિશ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી અને આ પોસ્ટમાં જ અનુષ્કાએ તેના કેટલાક બીજા રેકોર્ડ વિશે વાત કરી હતી. વિરાટ કોહલીના નામે બેટિંગમાં અનેક મોટા મોટા રેકોર્ડ્સ છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ પણ અનુષ્કા શર્માએ તેના જન્મદિવસ પર અવસર એક બોલિંગ રેકોર્ડ શેર કર્યો હતો.

T20 ઈન્ટરનેશનલમાં વિરાટે ઝીરોથ બોલ પર તેની વિકેટ મેળવી હતી અને વિરાટે તેની કારકિર્દીનો પહેલો બોલ વાઈડ નાખ્યો અને ઈંગ્લેન્ડના કેવિન પીટરસનને તે સ્ટમ્પ કરી દીધો હતો. આ અનોખો રેકોર્ડ શેર કરતી વખતે અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છે કે વિરાટ તેના જીવનના દરેક રોલમાં ખરેખર અસાધારણ છે! તે એમાં સતત કંઈકને કંઈક ઉમેરતો જ રહ્યો છે. હું તને આ જીવનમાં અને બીજા જીવનમાં પણ દરેક સ્વરૂપમાં ખૂબ જ પ્રેમ કરું છે. આ જીવનમાં અને તેની બહાર અને દરેક અનંત સ્વરૂપમાં, દરેક આકારમાં, દરેક વસ્તુમાં પ્રેમ કરું છું. ભલે તે ગમે તે હોય.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો બંનેના સંબંધની શરૂઆત 2014માં થઈ હતી. બંનેની મુલાકાત એક ટીવી એડની શૂટિંગ દરમિયાન થઈ હતી. બંને પહેલાં મિત્ર બન્યા અને તે જાણતા પહેલા જ તેઓ પ્રેમમાં પડ્યા હતા. 2017માં ઇટાલીમાં બંનેએ લગ્ન કર્યા હતા. 2021માં તેમને એક પુત્રીનો જન્મ થયો હતો અને એમનું નામ વામિકા રાખ્યું છે. વિરાટને કારણે અનુષ્કાને અનેકવાર ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે, કારણ કે લોકો વિરાટના ખરાબ પ્રદર્શન માટે જવાબદાર માને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button