ગાગરમાં સાગર સમાવવા જેવું અઘરુંઇસરોના ચૅરમૅન ડૉ. રાધાકૃષ્ણન્નું વ્યક્તિત્વ
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
સ્પેશ સાયન્ટીસ્ટ કૉપીલીલ રાધાકૃષ્ણન્નો જન્મ ૨૯મી ઑગસ્ટ ૧૯૪૯ના દિને થયો હતો. ૨૦૦૯થી ૨૦૧૪ રાધાકૃષ્ણન્ ઇસરોના ચૅરમૅન અને ભારત સરકારના સ્પેશ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી હતા. તે પહેલા તેઓ વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરના ડિરેકટર હતા. જેમ ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના ડિરેકટર જ એટમિક એનર્જી કમિશનના ચૅરમૅન અને એટમિક એનર્જી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી બને છે તેવું જ ઇસરોના ચૅરમૅન માટે છે કે વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરના ડિરેકટર જ ઇસરોના ચૅરમૅન અને સ્પેશ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી હોય છે. એની પાછળનું કારણ એ છે કે પોતાની ખોટી હોંશિયારી બતાવતા IAS- સેક્રેટરીઓ વિજ્ઞાનીઓની વચ્ચે આવે જ નહીં અને વિજ્ઞાનીઓ સીધા જ વડા પ્રધાન સાથે કામ કરે. કે. રાધાકૃષ્ણન્ સ્પેશ ડિપાર્ટમેન્ટના નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીના પણ ડાયરેકટર હતા. તેઓ ૨૦૦૦-૨૦૦૫ દરમિયાન અર્થ સાયન્સીસના નેશનલ સેન્ટર ઑફ ઓસન ઇન્ફોર્મેશન સર્વિસીસના પણ ડિરેકટર હતા. હાલમાં તેઓ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઑફ ટૅકનોલૉજી કાનપુર અને રોપરના બોર્ડ ઑફ ગવર્નર્સના અધ્યક્ષ છે. સરકાર નિવૃત્ત થયેલા એટમિક એનર્જીના ચૅરમૅન કે ઇસરોના ચૅરમૅનને આવી જગ્યાએ ગોઠવી આપે છે અને એ રીતે તેમની નિપૂણતાનો દેશને લાભ મળે. ઘણું યોગ્ય ગણાય. તેઓ IIT કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ છે તેઓ સાયન્સ ઍન્ડ ઇન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડના ઓબ્ઝર્વર પણ છે. તેઓ ભારત સરકારની મિનિસ્ટરી ઑફ એજ્યુકેશનની હાઇપાવર ઇન્ડિયન નૉલેજ સિસ્ટમના પણ અધ્યક્ષ છે. તેઓ સ્પેશ કમિશનના મેમ્બર પણ છે અને પ્રોફેસર એમ.જી. કે. મેનનના મૃત્યુ પછી તેઓને સરકારે સ્પેશ ડિપાર્ટમેન્ટના ઓનરરી ડિસ્ટિંગવીસ્ડ સલાહકાર બનાવ્યા છે. પ્રોફેસર મેનન અમારી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ચીફ પેટ્રેન હતા અને ભૂતપૂર્વ એટમિક એનર્જી કમિશનના ચૅરમૅન ડૉ. શેઠના અમારી સંસ્થાના ટ્રસ્ટી હતા. આમ અમારી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સાથે મોટામોટા માણસો સંલગ્ન હતા અને હાલમાં પણ છે. ડૉ. કે. કસ્તુરીરંગન અને ડૉ. રઘુનાથ માશેલકર, ડૉ. વી. એસ. રામમૂર્તિ અમારી સંસ્થાના હાલમાં પણ સલાહકાર છે.
કે. રાધાકૃષ્ણન્ બહુ આયામી વ્યક્તિ છે. તેઓ ઇન્ડિયન નેશનલ એકેડેમી ઑફ ઇન્જિનિયરિંગના ફેલો છે, નેશનલ એકેડેમી ઑફ સાયન્સીસના ફેલો છે, ઓનરરી લાઇફ ફેલો ઑફ ધ ઇન્સ્ટિયૂટ ઑફ ઇન્જિનિયર્સ ઑફ ઇન્ડિયા, ઓનસ્ટી ફેલો ઑફ ધ ઇન્સ્ટિયૂટ ઑફ ઇલેક્ટ્રોનિકસ ઍન્ડ કોમ્યુુનિકેશન ઇન્જિનિયર્સ ઑફ ઇન્ડિયા, મેમ્બર ઑફ ધ ઇન્ટરનેશનલ એકેડેમી ઑફ એસ્ટ્રોનોટીકસ, ડિસ્ટિંગવીસ્ડ ફેલો ઑફ એસ્ટ્રોનોટીકલ સોસાયટી ઑફ ઇન્ડિયા, આંધ્ર પ્રદેશ એકેડેમી ઑફ સાયન્સીસના ફેલો છે. કેરળની એકેડેમી ઑફ સાયન્સીસના ફેલો છે, ઇન્ડિયન સોસાયટી ઑફ રીમોટ સેન્સિંગના ફેલો છે અને ઇન્ડિયન જીઓફિઝિકલ સોસાયટીના પણ તેઓ ફેલો છે, આટલી બધી વિજ્ઞાન અને ઇન્જિનિયરીંગ સોસાયટીઓએ કે. રાધાકૃષ્ણન્નું સન્માન કર્યું છે, આ ઉપરથી તેમના મહાન પરિમાણનો આપણને ખ્યાલ આવે છે. એટલું જ ઓછું હોય તેમ તેઓ પૂર્ણ ગીતકાર (કર્ણાટીક સંગીત) અને કથકલી આર્ટિસ્ટ (કલાકાર) પણ છે, તેમાં હાલ સુધી પણ પરફોર્મ કરતા આવ્યા છે. અદ્ભુત અદ્ભુત.
ભારતે જે મંગળ પર મંગલાયન અંતરીક્ષયાન મોકલ્યું હતું તેની પાછળ મૂળ અંતરીક્ષ વિજ્ઞાની અને ટૅકનોલૉજીસ્ટ કે. રાધાકૃષ્ણન્ હતા. તેમની અધ્યક્ષતા નીચે મંગલાયને ઓછી ગ્રેવિટીવાળા મંગળના ગુરુત્વાકર્ષણમાં પ્રવેશી તેને સુખરૂપ મંગળની પરિક્રમા કરેલી. ચંદ્રયાન-૧ની તૈયારી કરવામાં પણ રાધાકૃષ્ણન્નો સિંહફાળો હતો.
રાધાકૃષ્ણન્ કેરળના ત્રિસૂર જિલ્લાના ઇરીન્જલકુડાના વતની છે. તેઓ ઇલેકિટ્રકલ ઇન્જિનિયર છે. તેઓએ બેંગલૂરુની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટની પદ્વી મેળવી છે. તેઓ અડગપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅકનોલૉજીમાંથી ડૉકટોરેટ છે (Ph.D) છે.Ph.D).ની તેમની થિસિસનો વિષય સમ સ્ટ્રેટેજીઝ ફોર ધ મેનેજમેન્ટ ઑફ ઇન્ડિયન અર્થ ઓબ્ઝર્વેશન સિસ્ટમ હતો. તેમની પત્નીનું નામ પદ્મીની (પદ્મીની) કિઝકકે વાલાપ્પિલ છે. તેણી પણ તેમના વતનની જ છે અને તેણીએ સ્ટેટ બૅન્ક ઑફ ત્રાવણકોરમાં ત્રીસ વર્ષ સુધી સર્વિસ કરી છે.
રાધાકૃષ્ણન્એ ૧૯૭૧માં તિરુવનંતપુરમ સ્થિત ઇસરોના સ્પેશ સાયન્સ અને ટૅકનોલૉજી સેન્ટરમાં સર્વિસ શરૂ કરી. ડૉ. વિક્રમ સારાભાઇના મૃત્યુ પછી આ સેન્ટરનું નામ વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટર રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં તેઓ ઇસરોમાં ઇલેક્ટ્રો-મિકેનિકલ ડિવાઇસીસના ડિઝાઇન ઍન્ડ ડેવલપમેન્ટ ઇન્જિનિયર હતા. તેઓએ SLV-૩ (સેટેલાઇટ લોંચિંગ વેહિકલ) SLV (ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચિંગ વેહિકલ, PSLV (પોલર સેટેલાઇટ લોંચિંગ વેહિકલ)ના વિકાસમાં પણ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. ૧૯૮૧થી ૧૯૯૭ સુધી તેઓ ઇસરોના વાર્ષિક બજેટના રીવ્યૂના સુપરવાઇઝર હતા, દશ વર્ષના ઇસરોના પ્રોફાઇલ કાર્યક્રમમાં મુખ્ય અધિકારી અને ઇસરોના ભવિષ્યના પાંચ વર્ષના વીઝન કાર્યક્રમના મુખ્ય અધિકારી રહ્યા હતા. આમ તેઓ ઇસરોના સ્પેશ સાયન્ટીસ્ટ અને મેનેજમેન્ટ અને એડ્મિનિસ્ટ્રેટર તરીકે રહ્યા હતા. ઇસરોના વિકાસમાં તેઓનો સિંહફાળો છે અને ઇસરોની વિવિધ ખાતાનો બહોળો અને સર્વાંગી અનુભવ તેમને છે. રિમોટ સેન્સિંગ અને પૃથ્વીના અંદરના, સપાટીના અને વાયુમંડળના ક્ષેત્રે પૂરી દુનિયામાં તેમણે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. માટે જ ભારત સરકારે તેમને જી. માધવન નાયર પછી ઇસરોના ચૅરમૅન બનાવ્યા હતા. ચદ્રયાન-૧ને જે રોકેટ PSLV-XL લઇગયું તેના વિકાસમાં અને ઇન્ડિયન હ્યુમન સ્પેશ ફલાઇટ પ્રોગ્રામમાં તેમનું યોગદાન અને કામગીરી શ્રેષ્ઠ હતી.
ડૉ. રાધાકૃષ્ણન્એ ૩૭ સ્પેશ મિશનને સાકાર કર્યા છે તેમાં માર્સ ઓરબીટર મિશન, GSLV પર ક્રાયોજીનીક એન્જિન, GSLV MK IIIની પ્રથમ ઉડાન, એસ્ટ્રોનોટ વગર એસ્ટ્રોનોટ મોડયુલનો પૃથ્વી પર પ્રવેશનો પ્રયોગ, નેવીગેશન સેટેલાઇટ દ્વારા નવી અંતરીક્ષ તાકાત, સ્ટ્રેટેજીક સંદેશવ્યવહાર માટે GSAT-7, માઇક્રોવેવ રડાર ઇમેજિંગ માટે RISAT-1નો સમાવેશ થાય છે. ફ્રેન્ચ નેશનલ સ્પેશ એજન્સીના સહકારમાં ઇસરોએ રાધાકૃષ્ણન્ના માર્ગદર્શન નીચે બે સેટેલાઇટ મિશન સફળ કર્યા. તેમના માર્ગદર્શન નીચે ઇસરોએ PSLV દ્વારા અગિયાર દેશોનાં ૧૮ સેટેલાઇટસને લોંચ કરી ભારતની ગ્લોબલ સ્પેશ માર્કીટને કોમર્શિયલ ક્ષેત્રે ઘણી વધારે દીધી. તેઓને એડ્વાન્સ્ટડ રટાર ઇમેજિંગ સેટેલાઇટ છોડવા નાસા સાથે કરાર કર્યા. તેઓએ ઇસરોના યુવા વિજ્ઞાનીઓ માટે કાર્યક્રમોની દિશા નક્કી કરી તેઓને ભવિષ્યની ચેલેન્જ માટે તૈયાર કર્યા. તેઓએ ચંદ્રયાન-૨ પર વિક્રમ લેન્ડર અને રોવર મૂકવા મિશનને ફરીથી તૈયાર કર્યું અને સ્પેશ ટૅકનોલૉજીનો બધા પ્રધાનના ખાતા ઉપયોગ કરે તેની વ્યવસ્થા કરી. ભારતની ઇન્ડસ્ટ્રી પણ ઇસરોના દરેક કાર્યમાં સહભાગી થાય તે માટે શરૂઆત કરી. ડૉ. રાધાકૃષ્ણન્ના માર્ગદર્શન નીચે ઇસરોએ ઘણા અવોૅર્ડ મેળવ્યાં તેમાં ૨૦૧૪માં ગાંધી શાંતિ અવૉર્ડ, ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ, ડિસઆર્લામેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, નોલેજ ઇકોનોમિ નેટવર્ક KEN) અવૉર્ડનો સમાવેશ થાય છે. ડૉ. રાધાકૃષ્ણન્ને પોતાને CNN-IBM ઇન્ડિયન ઑફ ધ યર લાઇફ ટાઇમ એચીવમેન્ટ અવૉર્ડ, મારીકો ઇન્નોવેશન ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ગેઇમ ચેન્જર અવૉર્ડ અને CNBC-૧૮ ઇન્ડિયન બિઝનેસ લીડર અવૉર્ડ-બ્રાન્ડ ઇન્ડિયાનો અવૉર્ડ.
ડૉ. રાધાકૃષ્ણન્એ ઇન્ડિયન ઓસ ત્સુનામી વોર્નિંગ સિસ્ટમ સેન્ટરની સ્થાપના કરી. ડૉ. રાધાકૃષ્ણન્ વિખ્યાત કથકલી ડાન્સર, કલાકાર છે અને કર્ણાટકી સંગીતમાં નિપૂણ છે અને આ બધા કાર્યક્રમોમાં નિયમિત ભાગ લે છે તે તેનું ઉત્તમ વ્યક્તિત્વ છે. આ મહાન ભૂતપૂર્વ ઇસરો અધ્યક્ષ વિશે લખવું ઘણું અઘરું છે. ઇસરોનાં બધા જ અધ્યક્ષોમાં ડૉ. રાધાકૃષ્ણન્નું વ્યક્તિત્વ મુઠી ઉંચેરું છે. ડૉ. રાધાકૃષ્ણન્નાં પ્રોફાઇલ વિશે લખવું તે ગાગરમાં સાગર સમાવવા જેટલું અઘરું છે. એક માણસ આટલું બધું કરી શકે તે નવાઇ પામવા જેવું છે.