આપણું ગુજરાત

૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવા નવેમ્બરમાં દેશ-વિદેશોમાં રોડ શૉ યોજાશે

સુરતમાં ૫ ફિએસ્ટા ટેક્સટાઇલ સમિટ તેમજ અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વીજીજીએસ- ૨૦૨૪ અંતગર્ત ૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે રાજ્યકક્ષાએ અત્યારસુધીમાં મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં વિવિધ ૧૧ તબક્કામાં અંદાજે રૂ. ૨૫,૯૪૫ કરોડના રોકાણ માટે ૪૭ એમઓયુ થયા હોવાનું પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. નવેમ્બરમાં સુરત ખાતે ૫ ફિએસ્ટા વિષયક ટેક્સટાઇલ સમિટ તેમજ અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન કરાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

સમિટ અંતર્ગત પ્રધાનોની ઉપસ્થિતિમાં નવેમ્બર માસમાં, કોલકાતા, ચેન્નાઈ, લખનઊ, બેંગ્લોર અને ગુવાહાટીમાં રાષ્ટ્રીય રોડ શો યોજાશે. આ પૂર્વે ઓક્ટોબરમાં ત્રણ શહેરોમાં રોડ શો સંપન્ન થયા હતા.

ઉચ્ચ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં નવેમ્બરમાં આઠ દેશમાં આંતરરાષ્ટ્રીય રોડ શો યોજાશે તો ઓક્ટોબરમાં ત્રણ દેશોમાં રોડ શો પૂર્ણ થયા હોવાની માહિતી પણ પટેલે આપી હતી.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે દર સપ્તાહે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે એમઓયુ કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં રાજ્યકક્ષાએ કુલ ૧૧ તબક્કામાં કુલ રૂ. ૨૫,૯૪૫ કરોડથી વધુના ૪૭ એમઓયુ સંપન્ન થયા છે, જેના થકી રાજ્યમાં અંદાજે ૬૯ હજારથી વધુ યુવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થશે તેમ, ગુરુવારે ગાંધીનગર ખાતે પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું.

પ્રવક્તા પ્રધાને જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનમાં ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતા વર્ષે એટલે કે ૨૦૨૪માં સફળતાપૂર્વક ૧૦મી આવૃત્તિ યોજાવાની છે. ગ્લોબલ સમિટને સફળ બનાવવાના ભાગરૂપે તા. ૨૩ નવેમ્બર ૨૦૨૩ના રોજ સુરતમાં એસજીસીસીઆઇ ખાતે ૫ ફિએસ્ટા વિષયક ટેક્સટાઇલ સમિટ તેમજ તા. ૩૦ નવેમ્બર -૨૦૨૩ના દિવસે અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સિવાય સમિટ અંતર્ગત ચાર કેબિનેટ પ્રધાનોની ઉપસ્થિતિમાં નવેમ્બરમાં, કોલકાતા, ચેન્નાઈ, લખનઊ, બેંગ્લોર અને ગુવાહાટીમાં રાષ્ટ્રીય રોડ શો યોજવામાં આવશે. જ્યારે ઓક્ટોબરમાં દિલ્હી, મુંબઈ અને ચંદીગઢમાં રોડ શો પૂર્ણ કરવામાં આવ્યા હતા તેમ પણ તેમણે જણાવ્યું હતું.

પ્રવક્તા પ્રધાને જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વૈશ્ર્વિક કક્ષાએ વધુને વધુ પ્રમોટ કરવાના ઉદ્દેશ્યથી હાલમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં ઓક્ટોબર- નવેમ્બર માસમાં જર્મની, ઇટાલી, ડેનમાર્ક, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉથ કોરિયા અને વિયતનામમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે સફળ રીતે આંતરરાષ્ટ્રીય રોડ શો યોજાઇ રહ્યા છે. આ સિવાય ઓક્ટોબર માસમાં જાપાન, સિંગાપોર અને ફ્રાન્સ ખાતે આંતરરાષ્ટ્રીય રોડ શો પૂર્ણ કરવામાં આવ્યા છે જેને વૈશ્ર્વિક કક્ષાએ અદ્ભુત પ્રતિસાદ મળ્યો હોવાનું પટેલે ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો