અનિલ ક્પૂરના ઘરે ઉજવાઈ કરવા ચોથ અનેક અભિનેત્રીઓ લીધો ભાગ
મુંબઈ: ઉત્તર ભારતીયો માટે કરવા ચોથનું વિશેષ મહત્વ હોય છે, જ્યારે તેનું મહત્વ ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને બોલીવુડ સુધી પહોંચ્યું છે. કરવા ચોથના દિવસે બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ દર વર્ષની માફક આજે પણ અનિલ કપૂરના ઘરે પહોંચી હતી.
બોલીવુડ જ નહીં, હોલીવુડની ફિલ્મોમાં જાણીતા બનેલા અભિનેતા અનિલ કપૂરને સૌકોઈ જાણતા હશો. લખનના હુલામણાથી ઓળખાતા અનિલ કપૂરના ઘરે બોલીવૂડની શિલ્પા શેટ્ટી, કિયારા અડવાણી, અનુષ્કા શર્મા, ગીતા બસરા જેવી અભિનેત્રીઓએ પોતાના પતિના નામની મહેંદી લગાવી હતી.
દર વર્ષની જેમ આજે પણ શિલ્પા શેટ્ટી, ગીતા બસરા, કૃષિકા લુલ્લા અને આકાંક્ષા મલ્હોત્રા કરવા ચોથ ઉજવવા અનિલ કપૂરના ઘરે પહોચી હતી.
કરવા ચોથની પૂજા માટે શિલ્પા શેટ્ટી હાથમાં બંગડીઓ, માથા પર ચાંદલો, સિંદુર અને ગળામાં મંગળસૂત્ર સાથે ઘરેણાં પહેરી ગુલાબી રંગની સાડીમાં પૂજાની થાળી સાથે જોવા મળી હતી. આકાંક્ષા મલ્હોત્રા પણ કરવા ચોથ ઉજવવા અનિલ કપૂરના ઘરે પહોચી હતી. પૂજા આકાંક્ષાએ લાલ રંગની બનારસી સાડી સાથે હાથમાં લાલ બંગડીઓ, ઘરેણાં અને માંગમાં સિંદુર પુરયું હતું.આકાંક્ષા મલ્હોત્રાએ શિલ્પા શેટ્ટી સાથે પોઝ આપ્યો હતો.
ગીતા બસરાએ કરવા ચોથ માટે ચેરી રંગની લાલ સાડી પહેરી હતી. આ સાથે તેણે હોલ્ટર નેક બ્લાઉઝ પર ઘરેણાં પહેર્યા હતા. ગીતા બસરાએ પૂજા થાળી સાથે કેમેરા સામે પોઝ આપ્યો હતો. કૃષિકા લુલ્લા એ સોનેરી લાલ રંગની સાડીમાં પોતાનો હટકે અંદાજ બતાવ્યો હતો.
કૃષિકા સાડી સાથે ફૂલ સ્લીવ્સ બ્લાઉસ પહેર્યું હતું અને સાથે તેણે ગોલ્ડન પર્સ પણ હાથમાં પકડ્યું હતું.