ગુરુવાર અને શુક્રવારે ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા તરફથી મુંબઈના અમુક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ગુરુવાર વહેલી સવારથી શુક્રવાર વહેલી સવાર સુધીના ૨૪ કલાકના સમયગાળા દરમિયાન ઘાટકોપર, ચેંબુર, કુર્લા, દાદર અને પરેલ જેવા વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેેશે.
પાલિકાના પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ ૯૦૦ મિલી મીટર વ્યાસની પાઈપલાઈનનું બદલવાનું કામ તેમ જ ૩૦૦થી ૧,૮૦૦ મિલ મીટર વ્યાસની પાઈપલાઈનમાં રહેલા ગળતરનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી ગુરુવાર, બે નવેમ્બર, ૨૦૨૩ના વહેલી સવારના ચાર વાગ્યાથી શુક્રવાર, ત્રણ નવેમ્બર, ૨૦૨૩ના વહેલી સવારના ચાર વાગ્યા સુધી ઘાટકોપર, ગોવંડી, દેવનાર, ચેંબુર, કુર્લા, માટુંગા, સાયન, વડાલા, ચુનાભટ્ટી, શિવડી, નાયગાંવ, દાદર, પરેલ-હિંદમાતા, લાલબાગ જેવા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી નહીં આવે
એન વોર્ડમાં ઘાટકોપર (પૂર્વ)માં રાજાવાડી પૂર્વ તરફનો સંર્પૂણ વિસ્તાર, ચિત્તરંજન નગર, વિદ્યાવિહાર, રાજવાડી હૉસ્પિટલ વિસ્તાર, એમ.જી. રોડ, પંતનગર, ન્યૂ પંત નગર, વિક્રાંત સર્કલ, પટેલ ચોક, આંબેડકર સર્કલ, નાઈન્ટી ફૂટ રોડ, લક્ષ્મી નગર, લક્ષ્મીબાગ, ગરોડિયા નગર, નાયડૂ કૉલોની, શાસ્ત્રી નગર, ગુરુનાનક નગર, જવાહર માર્ગ, ગૌરીશંકર માર્ગ, રમાબાઈ નગર, કામરાજ નગર, નેતાજી નગર, ચિરાગ નગર, આઝાદ નગર, ગણેશ મેદાન, પારસીવાડી, ન્યૂ માણિકલાલ એસ્ટેટ રોડ, એન.એસ.એસ. માર્ગ, મહિન્દ્રા પાર્ક, ખલાઈ વિલેજ, કિરોલ વિલેજ, વિદ્યાવિહાર (પશ્ર્ચિમ), હંસોટી ગલી, ખોત ગલી, એમ.જી.રોડ, નવરોજી ગલી, એચ.આર. દેસાઈ રોડ, જે.વી. માર્ગ, ધ્રુવરાજસિંહ ગલી, ગોપાલ ગલી, જીવદયા ગલી, ગંગાવાડી, ભીમનગર, પવાર ચાલ, વૈતગવાડી, નિત્યાનંદ નગર, સીજીએસ કૉલોની, ગંગાવાડી, એમટીએનએલ ગલી, શ્રેયસ સિગ્નલ, કામાગલી, શ્રદ્ધાનંદ રોડ, જે.વી, માર્ગ, ગાંધી નગર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
એમ-પશ્ર્ચિમ વોર્ડમાં વૈભવ નગર, સુભાષ નગર, ચેંબુર ગાવઠણ, સ્વસ્તિક પાર્ક, સિદ્ધાર્થ કૉલોની, લાલ ડોંગર, ચેંબૂર કૅમ્પ, યુનિયન પાર્ક, લાલવાડી, મૈત્રી પાર્ક, અતૂર પાર્ક, સુમન નગર, સાઈબાબા નગર, શ્યામજીવી નગર, ઘાટલા, અમર નગર, મોતીબાગ, સી.જી. ગિડવાણી રોડ, ચેંબૂર નાકા, ચેંબૂર બજાર, ચેંબૂર કૅમ્પ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
એમ-પૂર્વ વોર્ડમાં અહિલ્યાબાઈ હોળકર માર્ગ, રફિક નગર, બાબા નગર, આર્દશ નગર, સંજય નગર, નિરંકાર નગર, નાઈન્ટી ફૂટ રોડ, મંડાલા, ટ્વેન્ટી ફૂટ રોડ, થર્ટી ફૂટ રોડ, એકતા નગર, મ્હાડા બિલ્િંડગ, કમલરામન નગર, બૈંગનવાડી રોડ નંબર ૧૦-૧૩, આદર્શ નગર, રમણ મામા નગર, શિવાજી નગર રોડ નંબર છથી દસ, શાસ્ત્રી નગર, ચર્ચ રોડ, સંજય નગર, શિવાજી નગર રોડ નંબર એકથી છ, જનતા ટિંબર માર્ગ પરિસર, લોટસ કૉલોની, ગોવંડી સ્ટેશન રોડ, દત્ત નગર, કેના બજાર, દેવનાર મહાનગરપાલિકા કૉલોની, સાઠે નગર, ઝાકીર હુસેન નગર, લલ્લૂભાઈ બિલ્િંડગ, જનકલ્યાણ સોસાયટી-માનખુર્દ, પી.એમ.જી.પી. કૉલોની, ડૉ.આંબેડકર નગર, સાઠે નગર, લલ્લૂભાઈ-હિરાનંદાની બિલ્િંડગ, જે.જે. માર્ગ, ચિતા કેમ્પ, કોળીવાડા, પાયલીપાડા, ટ્રૉમ્બે, કસ્ટમ માર્ગ, દત્તનગર, બાલાજી મંદિર માર્ગ, દેવનારા ગામ રોડ, ગોવંડી વિલેજ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
ગુરુવારે થાણેમાં પાણીપુરવઠો બંધ
મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળના બારવી જળશુદ્ધીકરણ કેન્દ્ર જાંભૂળમાં તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ગુરુવાર બે નવેમ્બરના રાતના ૧૨ વાગ્યાથી શુક્રવાર ત્રણ નવેમ્બરના રાતના ૧૨ વાગ્યા સુધી ૨૪ કલાક માટે પાણી પુરવઠો બંધ રાખવામાં આવવાનો છે. શટર લોકડાઉનને કારણે થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા મુંબ્રા, દિવા, કલવા, માજિવાડા, માનપાડા વિસ્તારમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. તો ત્યારબાદ એકથી બે દિવસ ઓછા દબાણ સાથે પાણીપુરવઠો રહેશે.