ઓન ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને ટેકનોલોજીની મદદથી ચકાસવા માટેની ડિસીઝન રીવ્યુ સિસ્ટમ(DRS) ફરી એક વાર વિવાદ આવી છે. ગઈ કાલે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડની મેચમાં જો રૂટની વિકેટ અંગે ફરી એક વાર DRS અંગે વિવાદ સર્જાયો છે.
ઇંગ્લેન્ડની ઇનિંગની શરૂઆતની ઓવરોમાં જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડના જો રૂટને શૂન્યના સ્કોર પર LBW આઉટ કર્યો હતો. રૂટે બોલને મિસ કર્યા બાદ બોલ પેડ પર અથડાયો હતો, ઓન ફિલ્ડ અમ્પાયરે રૂટને આઉટ આપ્યો હતો. અમ્પાયરની નિર્ણય સામે રૂટે રીવ્યુ લીધો હતો. રીવ્યુમાં બોલ લાઇન પર જતો અને સ્ટમ્પને અથડાતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પરંતુ બેટ સાથે બોલનો સંપર્ક ચેક કરવા માટેના અલ્ટ્રા-એજના ગ્રાફમાં હલકો સ્પાઇક જોવા મળ્યો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે રૂટને આઉટ જાહેર કર્યો હતો, જોકે જો રૂટે આ નિર્ણય અંગે ફિલ્ડ અમ્પાયર સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી, પેવેલિયન તરફ જતી વખતે રૂટના ચેહરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી.
રુટની આ વિવાદાસ્પદ વિકેટ પર જ્યારે કેટલાક ક્રિકેટ ફેંસ ICC અને અમ્પાયરની ટીકા કરી રહ્યા છે. તો કેટલાક રીવ્યુની યોગ્યતા અંગે સ્પષ્ટતા કરવાનો પણ પ્રયાસ કર્યો કરી રહ્યા છે.
જોકે DRSની ચોકસાઈ અંગે આ જ વર્લ્ડ કપમાં વિવાદ થઇ ચુક્યા છે. અગાઉ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની મેચમાં દક્ષિણ આફ્રિકા બેટ્સમેન રસી વાન ડેર ડુસેન વિવાદાસ્પદ રીતે આઉટ આપવામાં આવ્યો હતો. આ અંગે વિવાદ સર્જાય બાદ આઈસીસીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.
ગત ODI ક્રિકેટ વર્લ્ડ કપની ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ આ વર્ષે પોઈન્ટ ટેબલમાં સૌથી તળિયે છે. ગઈ કાલે ભારત સામે હાર્યા બાદ ODI વર્લ્ડ કપ 2023માં ઇંગ્લેન્ડે સતત ચોથી હાર નોંધાવી હતી. જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી, 230 રનના સામાન્ય ટાર્ગેટ ચેઝ કરવામાં પણ ઇંગ્લેન્ડની ટીમ નિષ્ફળ રહી હતી. જેને કારણે ઇંગ્લેન્ડની ટીમ નિરાશામાં ડૂબી ગયેલી દેખાય છે.