વેપાર

સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે ઓટો સિવાયના બધા સેકટરલ ઇન્ડેક્સ ગબડ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના 66,282.74ના બંધથી 885.12 પોઈન્ટ્સ (1.34 ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે 66,238.15 ખૂલી, 17 ઓક્ટોબર, 2023ના રોજ ઊંચામાં 66,559.82 અને 20 ઓક્ટોબર, 2023ના રોજ નીચામાં 65,308.61 સુધી જઈ અંતે 65,397.62 પર બંધ રહ્યો હતો. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. 318.89 લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં સ્મોલ કેપ ઈન્ડેક્સ 0.04 ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ-100 ઈન્ડેક્સ 1.18 ટકા, મિડકેપ ઈન્ડેક્સ 1.31 ટકા, બીએસઈ-200 ઈન્ડેક્સ 1.20 ટકા અને બીએસઈ-500 ઈન્ડેકસ 1.09 ટકા ઘટ્યા હતા.
સમીક્ષા હેઠળના 16 ઓક્ટોબર, 2023થી 20 ઓક્ટોબર, 2023 સુધીના સપ્તાહ દરમિયાન સાર્વત્રિક વેચવાલી વચ્ચે ઓટો સિવાયના બધા સેકટરલ ઇન્ડેક્સ ગબડ્યાં હતાં. આઈપીઓ 1.20 ટકા ઘટ્યો હતો, જ્યારે એસએમઈ આઈપીઓ 3.28 ટકા વધ્યો હતો. ગ્રીનેક્સ 1.31 ટકા અને કાર્બોનેક્સ 1.21 ટકા ઘટ્યા હતા. સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર ઓટો 0.54 ટકા વધ્યો હતો, જ્યારે પીએસયુ 1.04 ટકા, રિયલ્ટી 2.29 ટકા, આીટી 0.83 ટકા, ટેક 0.96 ટકા, કેપિટલ ગુડ્સ 1.43 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 1.55 ટકા, હેલ્થકેર 1.06 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.91 ટકા, બેન્કેક્સ 1.17 ટકા, મેટલ 1.01 ટકા, પાવર 1.45 ટકા અને એફએમસીજી 1.39 ટકા વધ્યા હતા.
અમેરિકાની ટે્રઝરી બિલના ઉછાળા સાથે ઇઝરાયલ અને હમસ વચ્ચેના યુદ્ધના લંબાતા દોરને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટને કારણે સપ્તાહમાં એકંદર મંદીનો માહોલ રહ્યો હતો. કેપિટલ માર્કેટમાં રોજ નવી કંપનીઓ આવી રહી છે. સેલો વર્લ્ડ અને મામાસઅર્થ બ્રાન્ડની માલિક હોનાસા ક્નઝ્યુમર લિમિટેડનું ભરણા ખૂલી રહ્યાં છે. એસએમઇ સેગમેન્ટમાં વૃંદાવન પ્લાન્ટેશન લિમિટેડનો આઇપીઓ 30મી ઓક્ટોબરે ખુલશે અને પહેલી નવેમ્બરે બંધ થશે. કંપની આ ભરણાં દ્વારા રૂ.15.29 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. શેરદીઠ રૂ. 108ની કિંમત નક્કી થઇ છે અને તે બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. ભંડોળનેો ઉપયોગ વર્કિંગ કેપિટલ, અસુરક્ષિત લોનની ચૂકવણી, કાર્યકારી મૂડીની આવશ્યકતાઓને પૂર્ણ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓઇલ ટુ કેમિકલ (ઓટુસી) સેગમેન્ટમાં આવકમાં ઘટાડો હોવા છતાં વાર્ષિક ધોરણે 30 ટકાના વધારા સાથે રૂ. 19,878 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ ત્રિમાસિક સમયગાળામાં સ્ટેન્ડ અલોન ધોરણે 90 ટકાના વધારા સાથે રૂ. 3,511 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
જાયન્ટ કંપનીઓના પરિણામ સાથે નાની કંપનીઓના પરિણામ પણ આવી રહ્યાં છે. ફોકસ લાઇટિગ એન્ડ ફિક્સર લિમિટેડે 2024ના બીજા ક્વાર્ટરમાં 42.48 ટકાના વધારા સાથે રૂ. 57.86 કરોડની કુલ આવક નોંધાવી છે. એબિચા 57.79 ટકાના વધારા સાથે રૂ. 13.11 કરોડ અને એબિટા માર્જિન 220 બેસિસ પોઇન્ટના વધારા સાથે 22.65 ટકા રહ્યું છેે. કંપનીએ 109.39 ટકાના વધારા સાથે રૂ. 9.61 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ચોખ્ખા નફાનું માર્જિન 16.61 ટકા રહ્યું છે, જે 523 બેસિસ પોઇન્ટનો વધારો દર્શાવે છે. શેરદીઠ કમાણી 62.03 ટકા વધીને રૂ. 7.34 રહી છે. ભારતની રિટેલ માર્કેટમાં વિદેશની કંપનીઓની હાજરી વધી રહી છે. બ્રિટિશ રિટેલ જાયન્ટ માર્કસ એન્ડ સ્પેન્સરે મુંબઇમાં ઓટમન અને વિન્ટર કલેકશન તેનો 100મો આઉટલેટ શરૂ કર્યો છે, જે 22000 ચોરસ ફૂટનો છે. કંપની 2000 કર્મચારી ધરાવે છે. કોર્પોરેટ પરિણામની મોસમ ચાલુ છે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં નેસ્ટલે ઈન્ડિયા 2.98 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.05 ટકા, પાવર ગ્રીડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા 0.62 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 0.38 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.32 ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં વિપ્રો 4.87 ટકા, બજાજ ફાઈનાન્સ 3.65 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 3.09 ટકા, લાર્સન એન્ડ ટ્રુબ્રો 2.56 ટકા અને આઈટીસી 2.29 ટકા ગબડ્યો હતો.
એ ગ્રુપની 713 કંપનીઓમાં 269 સ્ક્રિપ્સના ભાવ વધ્યા, 442 સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને બે સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા, બી ગ્રુપની 1,006 સ્ક્રિપ્સમાંથી 421 સ્ક્રિપ્સના ભાવ વધ્યા, 581 સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને 4 સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા. સપ્તાહ દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કુલ રૂ.31,159.52 કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ.10,956.14 કરોડનું ટર્નઓવર શુક્રવાર, 20 ઓક્ટોબર, 2023ના રોજ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button