મરણ નોંધ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

નવાગામ વિસાનગર વણિક સમાજ
ગામ માણસા હાલ કાંદિવલી સુધાબેન પ્રવીણચંદ્ર શાહ (ઉં.વ.80) તે સ્વ. કાન્તાબેન મોહનલાલ શાહની સુપુત્રી. તે સ્વ. પ્રવીણચંદ્રના પત્ની. પરેશભાઇના મમ્મી. ભાવનાબેનના સાસુ. તથા મીત અને કૃતિ ભાર્ગવકુમાર દોશીના દાદીમાં તા. 28-10-23ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા. 30-10-23ના લુહાણા મહાજન વાડી, 1લે માળે, એસ. વી. રોડ, શંકરના મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ), 5થી 7, લૌકિક વ્યવહાર બંધ છે.
દેસાઇ સઇ-સુથાર જ્ઞાતિ
ગામ ઉમરાળા હાલ મીરા રોડ લીલાબેન મનસુખલાલ પરમાર (ઉં.વ.94) શુક્રવાર, તા. 27-10-23ના રામચરણ પામેલ છે. તે હસમુખલાલ, ભીખુભાઇ, મહેશભાઇ, સુરેશભાઇના માતુશ્રી. તે વર્ષાબેન, ઇન્દુબેન, રેખાબેન, ભાવનાબેનના સાસુ. તે સંજય, મનોજ, જુગલ, અજય, કાર્તિક, વિજય, નિમિષા રવિન્દ્ર, હેતલ ધીમંત, કિંજલ જીતેશના દાદી. તે નીતાબેન, કિરણબેન, અનિતાબેન, નીતાબેન, પાયલબેન, દિવ્યાબેનના વડસાસુ. તે આર્ય, સિદ્ધિ, અનિષા, ઇશિકા, તિર્થો, વિની, ક્રિતિ, જેની, હેતવી, વિહા, ધૈર્ય, શુભમ, વેદવિકાના દાદી. સાદડી તા. 30-10-23ના સોમવારના રાખેલ છે, 4થી 6. ઠે. દેસાઇ સઇ સુતાર જ્ઞાતીની વાડી, સ્વયંમભુ ગણપતિ મંદિરની સામે, અશોક ચક્રવતિ રોડ, કાંદિવલી (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
પરજીયા સોની
મૂળ ગામ જાફરાબાદવાળા હાલ ભાયંદર ગં. સ્વ. મંજુલાબેન વ્રજલાલ સતિકુંવર (ઉં. વ. 90) શનિવાર તા. 28-10-23ના શ્રીજીચરણ પામેલ છે. તે વિજયભાઇ, પરેશભાઇ, સ્વ. હરેશભાઇ, સ્વ. રોહિતભાઇ, હેમલતાબેન, સ્વ. ઉષાબેનના માતુશ્રી. અરુણાબેન અને રશમીબેનના સાસુ. કુનાલ, અમિત, કાજલ, પૂનમ, ઝંખના દાદી. આરતીના દાદીસાસુ. રિઆનાના વળદાદી. બચુભાઇ વસ્તાભાઇ ધોરડાના બેન. તેમની પ્રાર્થનાસભા તા. 30-10-23ના સોમવારે, 5થી 6. ઠે. સોની વાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ).
કચ્છ વાગડ લોહાણા
ગામ ગાગોદર હાલે મુલુન્ડ ચેકનાકા સ્વ. છગનલાલ દેવચંદ મીરાણીના પુત્ર લક્ષ્મીકાંતના ધર્મપત્ની સ્વ. પુષ્પાબેન, (ઉં. વ. 70) તા. 28-10-2023ના રોજ શ્રીજીમહારાજના ધામમાં ગયેલ છે. તે સ્વ. ધરમશીભાઈ શીવજીભાઈ દક્ષીણીના પુત્રી. તે ધર્મેશ, મનીષાબેન મનીષકુમાર ગાલાના માતુશ્રી. તે સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. નારાયણભાઈ, સ્વ. હિરાલાલ, હસમુખભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, ધીરજલાલના નાના ભાઈના પત્ની. તે ક્ષ્મણીબેન ત્રીકમજી, સ્વ. તારામતીબેન જયંતીલાલના ભાભી. તે સ્વ. ગૌરીબેન દામોદર, સ્વ. મંજુબેન શાંતીલાલ, અનીલભાઈ ઠાકરશીના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. એડે્રસ- પંચશીલ સદન રૂમ.નં-7, પંચ પરમેશ્વર મંદિરની બાજુમાં, મુલુન્ડ ચેકનાકા, મુલુન્ડ-વેસ્ટ.
પરજીયા સોની
કોડીનાર નિવાસી હાલ બોરીવલી સોની (બટુકભાઈ) હિંમતલાલ મોહનભાઇ રાઠોડના ધર્મપત્ની જશવંતિબેન (ઉં. વ. 78) તે 27/10/23ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રદીપ, હિતેશ, રીટા ભોગીલાલ કરચલિયા, પ્રજ્ઞા મહેન્દ્રભાઈ ધકાણ, જ્યોત્સ્નાબેન મનીષભાઈ મેખિયાના માતુશ્રી. ઘાટવડ નિવાસી મોહનલાલ લક્ષ્મણભાઇ ધકાણના દીકરી. મનીષા તથા નેહાના સાસુ. ધ્રુવિલ, ઉદય, ભાવિક, નૈતિકના દાદી. તેમની પ્રાર્થનાસભા 30/10/23 ના રોજ 4 થી 6 સોનીવાડી, શીમ્પોલી રોડ બોરીવલી વેસ્ટ.
શ્રી દશા સોરઠીયા વણિક
ઊંટવડ નિવાસી હાલ કાંદિવલી કેલીફોનિયા સ્વ. પુષ્પાબેન હરકીશનદાસ પાનાચંદ ધોળકીયાના પુત્ર સુધીરભાઈ (ઉં. વ. 62) તે 26/10/23 ના શ્રીજીશરણ પામેલ છે. તે સપના (સ્મિતા)ના પતિ. ધવલના પિતા. પૂજાના સસરા. સ્વ. દિનેશભાઇ, ગીરીશભાઈ, મીનાબેન (મધુ) પ્રદીપ ગગલાની તથા હિના સંદીપ વખારિયાના ભાઈ. સ્વ. હીરાલક્ષ્મી તથા સ્વ ચુનીલાલ વિઠ્ઠલદાસ ગાદોયાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુતાર
મૂળ ગામ સેંજળ, સાવરકુંડલાવાળા, હાલ બોરીવલી સૌ. નયનાબેન જયંતીલાલ નારણદાસ ડોડીયા, (ઉં. વ. 70) ગુવાર 26/10/23ના દેવલોક પામ્યા છે. તે મગનભાઈ, કોકિલાબેનના ભાઈના પત્ની. જયશ્રી ધર્મેન્દ્ર ટીંબડીયા, ગીતા મહેશ પંડ્યા, સોનલ, તેજલ બ્રિજેશ કવા, પરીક્ષિત, મીનાક્ષી, પલના માતુશ્રી. રીંકુના સાસુ. સાવરકુંડલાવાળા સ્વ. જીવરાજભાઈ હીરજીભાઈ ચવ્હાણના દીકરી. બાબુભાઈ, સ્વ. સુરેશભાઈ, અશોકભાઈ, ગુણવંતીબેન નટવરલાલ, સુશીલાબેન વિઠ્ઠલદાસના બેન. સદગતની ભજન સંધ્યા બંને પક્ષ તરફથી સોમવાર 30/10/23ના સંધ્યાકાળના 5થી 7, લુહાર સુતાર વેલ્ફર સેન્ટર, કાર્ટર રોડ નં. 3, બોરીવલી (ઈસ્ટ).
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી સ્વ. મંજુલાબેન નાનાલાલ વોરાના પુત્ર અતુલભાઇના ધર્મપત્ની અ. સૌ. જાગૃતિ (ઉં. વ. 60) તે તા. 29-10-23ના રવિવાર શ્રીજીચરણ પામેલ છે. વિધી તથા હર્ષના માતુશ્રી. તે સુકેશ કોઠારી અને પ્રીતીના સાસુ. ગં.સ્વ. પુષ્પાબેન હરેશકુમાર સંઘવી, સ્વ. નયનાબેન દીલીપકુમાર ગાંધી, અ. સૌ. શારદાબેન દીલીપકુમાર પારેખના ભાભી. નીતાબેનનાં દેરાણી. પ્રકાશભાઇ રાજુભાઇના ભાભી. ધોળકાવાળા સ્વ. શીલાબેન મૂળજીભાઇ આશારામ મહેતાનાં પુત્રી. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. 31-10-23નાં મંગળવારે 5થી 7. ઠે. લુહાણા બાલાશ્રમ હોલ, એમ. જી. રોડ, સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button