આપણું ગુજરાત

અમદાવાદની હવા બની પ્રદૂષિત: પાંચ વિસ્તારમાં એર ક્વૉલિટી સૌથી ખરાબ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના પાંચ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ છે. રખિયાલ વિસ્તારમાં 286 એર ક્વોલીટી ઇન્ડેક્સ છે. તથા પીરાણામાં 211 એર ક્વોલીટી ઇન્ડેક્સ સાથે રાયખડમાં 242 એર ક્વોલીટી ઇન્ડેક્સ છે. છેલ્લા બે દિવસમાં એર પોલ્યુશન ફેલાવતી કુલ 66 બાંધકામ સાઈટ સીલ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચાંદખેડામાં 204 એર ક્વોલીટી ઇન્ડેક્સ તેમજ ખરાબ હવાના કારણે લોકો શ્વાસની બીમારીની ઝપેટમાં આવ્યા છે. વાયુ પ્રદૂષણના કારણે લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બની રહ્યા છે. મનપા દ્વારા જગતપુર, સાયન્સ સિટી રોડ, શીલજ, એસ.જી હાઇવે, ઉજાલા સર્કલ, સરખેજ, મક્તમપુરા, હંસપુરા, મૂઢીયા, નરોડામાં સાઈટો સીલ કરવામાં આવી છે. તમામ સાઈટને નોટિસ આપ્યા છતાં નિયમોનું પાલન ન થતાં કાર્યવાહી કરવામાં આવી છે. મનપા દ્વારા બે દિવસમાં એર પોલ્યુશન ફેલાવતી કુલ 66 બાંધકામ સાઈટ સીલ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવી પ્રદૂષિત હવામાં લાંબા સમય સુધી રહેવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થાય છે. ખરાબ હવાની ગુણવત્તાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સાથે જ તેનાથી હૃદય સંબંધિત ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…