ઇન્ટરનેશનલ

સિરિયામાં અમેરિકી ઠેકાણા પર હુમલાનો દાવો: શું ઈરાને લીધો બદલો?

દમાસ્કસઃ ઈરાન પર અમેરિકાના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. ઈરાને ચેતવણી આપી હતી કે તે અમેરિકાને પ્રત્યાઘાતી હુમલાથી જવાબ આપશે. આ વચ્ચે સિરિયામાં અમેરિકી સૈન્ય અડ્ડા પર હુમલા થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાની મીડિયાએ આ હુમલાને દાવો માંડ્યો હતો. જેની હાલ સુધી સત્તાવાર જાણકારી મળી નથી. ઉલ્લેખનીય છે કે આ હુમલાને ઈરાનનો પહેલો જવાબ માનવામાં આવે છે.

અમેરિકા ત્રણ ઠેકાણા પર ઈરાનની નજર
ઈરાની મીડિયા અનુસાર સિરિયાના હસાકા પ્રાંતમાં અમેરિકી સૈન્ય બેસ પર મોર્ટાર હુમલો થયો. આ હુમલો અમેરિકાના બી-2 બોમ્બર દ્વારા ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલાના 36 કલાક બાદ કરવામાં આવ્યો છે. ઈરાને હુમલાની જવાબદારી નથી લીધી, પરંતુ ઈરાનના યુએન રાજદૂત આમિર સઈદ ઈરાવાનીએ ત્રણ ઠેકાણાઓ પર પ્રમાણસર જવાબી હુમલાનો સંકેત આપ્યો હતો.

અમને નુકસાન થયું એટલું જ તમારું થશે
ઈરાવાનીએ કહ્યું કે અમેરિકાએ ઈરાનને જેટલું નુકસાન કર્યું, તેટલું જ નુકસાન તેને પહોંચાડવામાં આવશે. ઈરાને દાવો કર્યો કે ઈઝરાયલના કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સૈનિકોના જીવને જોખમમાં મૂક્યા છે. ઈરાને અમેરિકા પર હુમલાના પાંચ કાયદેસર કારણો પણ ગણાવ્યા. હસાકા હુમલા બાદ બેસના મુખ્ય દ્વાર પર સુરક્ષા વધારવામાં આવી, પરંતુ નુકસાનની વિગતો હજુ સ્પષ્ટ નથી.

અમેરિકાનો ઈરાન પર હુમલો
અમેરિકાએ ઈરાનના નતાંઝ, ઈસ્ફહાન અને ફોર્ડો પરમાણુ ઠેકાણાઓ પર બી-2 બોમ્બરથી હુમલો કર્યો હતો. ટ્રમ્પના જણાવ્યા મુજબ આ હુમલાનો ઉદ્દેશ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવવાનો હતો. ઈરાને આને પોતાની સાર્વભૌમત્વ વિરુદ્ધનું પગલું ગણાવ્યું અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું.

ઈરાનની પ્રોક્સી ફોર્સ હસાકામાં સક્રિય
સિરિયામાં ઈરાનનો પ્રભાવ નોંધપાત્ર છે ખાસ કરીને બશર અલ-અસદના શાસન દરમિયાન. હસાકા પ્રાંત ઈરાનથી લગભગ 1100 કિલોમીટર દૂર છે, અને ઈરાનની પ્રોક્સી ફોર્સ ત્યાં સક્રિય છે. આ હુમલો મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષનું સંકેત આપે છે.

આપણ વાંચો : ઇરાનનું મોટું નિવેદન, ઇરાની સેના અમેરિકાને જવાબ આપવા રણનીતિ નક્કી કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button